શું તમે પણ શેરબજારમાં ઇન્વેસ્ટ કરો છો? SEBIએ બદલ્યો ખાસ નિયમ…
મુંબઈ, 07 જાન્યુઆરી : સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ એક મોટું પગલું ભર્યું છે, જે અંતર્ગત નેકેડ શોર્ટ સેલિંગ (Naked Short Selling) પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે સેબીએ રિટેલ રોકાણકારો સહિત તમામ કેટેગરીના રોકાણકારોને શોર્ટ સેલિંગની મંજૂરી આપી છે, પરંતુ તેઓ નેકેડ શોર્ટ સેલિંગ કરી શકશે નહીં. સેબી દ્વારા આ નિર્ણય હિંડનબર્ગ કેસના એક વર્ષ પછી લેવામાં આવ્યો છે અને નેકેડ શોર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સેબીએ જણાવ્યું હતું કે તમામ કેટેગરીના રોકાણકારો ફ્યુચર-ઓપ્શન્સ (Future & Options) માં જેટલા પણ સ્ટોક ટ્રેડિંગ કરી રહ્યા હોય, તે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ તમામ શેરોમાં શોર્ટ સેલિંગ કરી શકે છે. છૂટક રોકાણકારોને પણ આની મંજૂરી આપવામાં આવી છે. શોર્ટ સેલિંગ ફ્રેમવર્ક અંગે સેબી ભારતીય સિક્યોરિટી માર્કેટમાં નેકેડ શોર્ટ સેલિંગને મંજૂરી આપશે નહીં. તમામ રોકાણકારોએ સેટલમેન્ટ દરમિયાન સિક્યોરિટીઝની ડિલિવરી પૂર્ણ કરવી પડશે.
ડિક્લેરેશન અગાઉથી આપવું પડશે
સેબીએ જણાવ્યું કે જો કોઈ રોકાણકાર ફ્યુચર-ઓપ્શન્સ (Future & Options) માં ટ્રેડિંગ કરી રહ્યો હોય અને તે શેર શોર્ટ સેલ કરે તો તેણે ડિક્લેરેશન આપવું પડશે કે આ ટ્રાન્ઝેક્શન ટૂંકું વેચાણ છે કે નહીં. આ માહિતી ઓર્ડરના પ્લેસમેન્ટ દરમિયાન જ આપવાનું રહેશે. આ કિસ્સામાં, રિટેલ ઇન્વેસ્ટરોએ દિવસની ટ્રેડિંગ સમાપ્ત થયા પછી ટ્રાન્ઝેક્શનના દિવસે આ જાહેર કરવું પડશે.
ડે ટ્રેડિંગની મંજૂરી નથી
કોઈ સંસ્થાકીય રોકાણકાર ડે ટ્રેડિંગ નહીં કરી શકે. આવા રોકાણકારોએ ઓર્ડર ટ્રાન્ઝેક્શન પહેલાં ડિક્લેરેશન આપવું પડશે અને શોર્ટ સેલિંગ વિશે જાણ કરવી પડશે. આ પછી જ તેનો ઓર્ડર એક્સિકયુટ થશે.
શોર્ટ સેલિંગ શું છે?
સામાન્ય રીતે શોર્ટ સેલિંગ રોકાણકારોને એવા સ્ટોક્સ વેચવાની મંજૂરી આપે છે જે ટ્રેડિંગ સમયે હાજર ન હોય. સામાન્ય શોર્ટ સેલિંગમાં રોકાણકાર પહેલા સિક્યોરિટીમાંથી ઉધાર લે છે અને સ્ટોક વેચે છે. જ્યારે નેકેડ શોર્ટ સેલિંગમાં આવું થતું નથી. નેકેડ શોર્ટ સેલિંગમાં વેપારી ઉધાર લીધા વગર વેપાર કરે છે. આનો અર્થ એ છે કે વેપારી પાસે કોઈ સિક્યોરીટી હોતી નથી, પરંતુ તે એ શેર વેચે છે જે તેણે ક્યારેય ખરીદ્યા જ નથી.
આ પણ વાંચો : ગૌતમ અદાણીએ ફરી મેળવ્યું એશિયાના સૌથી અમીર વ્યક્તિ તરીકેનું સ્થાન