શું તમે પણ 15-15 મિનિટે સોશિયલ મીડિયા ચેક કરો છો? જાણો તેના નુકશાન
સોશિયલ મીડિયાનો જમાનો છે. લગભગ દરેક વ્યક્તિ વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ છે અને પોતાના ફોટોઝ, રીલ્સ શેર કરતા રહે છે. એટલું જ નહીં કેટલાક લોકો તો દિવસનો મોટાભાગનો સમય સોશિયલ મીડિયા પર જ વિતાવે છે. બીજાના ફોટોઝ, રીલ્સને જોવે છે અને લાઇક કરે છે. સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાથી માત્ર ફિઝિકલી નહીં, પરંતુ મેન્ટલી પણ ખરાબ અસર પડે છે. ફોટોઝને લાઇક, શેર, કોમેન્ટના ટેન્શનમાં ડિપ્રેશન પણ થઇ શકે છે. ત્યાં સુધી કે ભુલવાની બીમારીથી ગ્રસ્ત થઇ જાય છે.
નવા રિસર્ચમાં સામે આવી આ વાત
જે લોકો સોશિયલ મીડિયા કમસે કમ 15 મિનિટ પણ બંધ કરી દે છે, તેમના આરોગ્યમાં સુધારો જોવા મળે છે. આવા લોકોના ઇમ્યુન ફંકશન સારા થાય છે. જેના કારણે શરદી-તાવ સામે બચવામાં મદદ મળે છે. એટલું જ નહી રોજ 15 મિનિટ સોશિયલ મીડિયા બંધ કરી દેવાથી ડિપ્રેશન અને એકલતાનું લેવલ પણ ઘટી જાય છે.
સોશિયલ મીડિયાના ઓછા ઉપયોગના આ છે ફાયદા
સોશિયલ મીડિયા થોડો સમય ના જોવાથી ફિઝિકલ ફિટનેસ સુધરે છે સાથે લોકોને મેન્ટલી પણ રાહત મળે છે. આ કારણે ડિપ્રેશન, તણાવ દુર થાય છે. સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેવાથી લોકોની મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડે છે. આપણે આસપાસના લોકો સાથે અંતર રાખવા લાગીએ છે. આવા લોકોને સોશિયલ મીડિયાની દુનિયા અસલી અને ખુશહાલ દેખાય છે.
એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ થઇ શકે છે
સોશિયલ મીડિયા પર એક્ટિવ લોકોનું લગ્ન જીવન પણ બરબાદ થાય છે. સતત સોશિયલ મીડિયા પર ઓનલાઇન રહેવાના કારણે વ્યક્તિને લગ્નેત્તર સંબંધોમાં બંધાતા વાર લાગતી નથી અને તેમનું લગ્ન જીવન બરબાદ થાય છે.
માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાથી લોકોની મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પડે છે. લોકો હીન ભાવનાથી પીડાવા લાગે છે.
આ પણ વાંચોઃ ફરી તમારા ખિસ્સા પર પડશે વધુ એક બોજ, રેપો રેટ અને EMI માં વધશે, RBI કરશે MPC મીટિંગ