ટ્રેન્ડિંગધર્મ

ગુરુ પૂર્ણિમાના દિવસે કરો બે કામ, ક્યારે છે અષાઢી પૂનમનું સ્નાન-દાન

  • ગુરૂ પૂર્ણિમા અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે આવે છે. અષાઢ શુક્લ પૂર્ણિમાની તિથિ 20 જુલાઈ 5.59 વાગ્યાથી શરૂ થઈ 21 જુલાઈએ 3.46 વાગ્યે ખતમ થશે

ગુરૂ પૂર્ણિમા અષાઢ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે અષાઢ પૂર્ણિમાની તિથિ 20 જુલાઈથી શરૂ થઈ રહી છે અને 21 જુલાઈએ પુરી થશે. કેટલાક લોકો પૂનમની તારીખ અંગે મુંઝવણમાં છે. હિંદુ કેલેન્ડર અનુસાર ગુરુ પૂર્ણિમા માટે જરુરી અષાઢ શુક્લ પૂર્ણિમાની તિથિ 20 જુલાઈ 5.59 વાગ્યાથી શરૂ થઈ 21 જુલાઈએ 3.46 વાગ્યે ખતમ થશે. જે તિથિમાં સૂર્યોદય હોય છે તે તિથિ માન્ય ગણાય છે, તેથી અષાઢી પૂર્ણિમા 21 જુલાઈના રોજ ઉજવવામાં આવશે.

ગુરુ પૂર્ણિમા પર અષાઢી પૂનમનું દાન સ્નાન

ગુરુ પૂર્ણિમાના એક દિવસ પહેલા અષાઢી પૂર્ણિમાનું દાન અને સ્નાન કરવામાં આવશે. તમે તે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં 4.14 વાગ્યાથી 4.55ની વચ્ચે પૂનમનું સ્નાન કરી શકો છો. જે આ સમયે સ્નાન ન કરી શકે તે સૂર્યોદય બાદ સ્નાન કરી શકે છે. આ દિવસે પોતાની ક્ષમતા અનુસાર ચંદ્રમા સાથે જોડાયેલી વસ્તુઓનું દાન કરો. અષાઢ પૂર્ણિમાનું વ્રત એક દિવસ પહેલા એટલે કે 20 જુલાઈના રોજ રાખવામાં આવશે.

સર્વાર્થ સિદ્ધિ યોગમાં પૂનમ

આ વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ યોગનો પ્રારંભ સવારે 5.37 વાગ્યે થશે અને તે રાતે 12.14 વાગ્યા સુધી રહેશે. શુભ યોગમાં સર્વાર્થ સિદ્ધિ યોગની ગણતરી કરવામાં આવે છે. શુભ કાર્યો માટે આ એક ઉત્તમ યોગ છે.

આ ઉપરાંત પ્રીતિ યોગ રાતે 8.11 વાગ્યે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર સવારથી લઈને મોડી રાતે 12.14 વાગ્યા સુધી છે. ચંદ્રમા ધન રાશિમાં સવારે 7.27 સુધી હશે, ત્યારબાદ મકર રાશિમાં જશે.

જાણો ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ, કરો બે કામ, ક્યારે છે અષાઢી પૂનમનું સ્નાન-દાન hum dekheng news

 

ગુરુ પૂર્ણિમા પર ખાસ કરો આ બે કામ

1. ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે સ્નાન અને પૂજા કર્યા પછી તમારા ગુરુ પાસે જાઓ અથવા તેમને તમારા ઘરે આમંત્રિત કરો. તેમનો આદર-સત્કાર કરો અને તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. તેમને ભોજન કરાવો અને ઉપહાર આપો. તેમને પ્રેમપૂર્વક વિદાય આપો. ગુરુ પૂર્ણિમાના દિવસે આ કામ કરવાથી તમારી પ્રગતિ થશે કારણ કે ગુરુની સેવા કરવાથી કુંડળીમાંથી ગુરુ દોષ દૂર થાય છે. ગુરુની કૃપા વિના તમે જ્ઞાન અને મોક્ષ બંને મેળવી શકતા નથી.

2. ગુરુ પૂર્ણિમાના અવસર પર તમે કોઈ ગરીબ બ્રાહ્મણને પીળા વસ્ત્રો, હળદર, પિત્તળના વાસણો, ગોળ, ઘી, પીળા ચોખા વગેરેનું દાન કરી શકો છો. જો તમે ઈચ્છો તો આ દિવસે દેવગુરુ ગણાતા ગુરુ ગ્રહની પૂજા કરવાથી પણ સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

કેમ  છે ગુરુ પૂર્ણિમા ખાસ

આ તો દરેક પૂર્ણિમાનું પોતાનું મહત્ત્વ હોય છે, પરંતુ ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી પૂજા, ઉપવાસ અને દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે, શિષ્યો તેમના ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કરે છે અને તેમના દ્વારા આપવામાં આવેલ ઉપદેશોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લે છે. લોકો આ દિવસે પોતાના ગુરુઓની મુલાકાત લે છે અને તેમના આશીર્વાદ લે છે. આ દિવસ માત્ર શૈક્ષણિક ગુરુઓને જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં માર્ગદર્શન આપનારા તમામ ગુરુઓને સમર્પિત છે. આ દિવસે ગુરુ મંત્રનો પાઠ કરવાની પણ પરંપરા છે. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિ થાય છે અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે.

મહર્ષિ વેદવ્યાસનું યોગદાન

આ દિવસને વેદવ્યાસ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર, મહર્ષિ વેદવ્યાસનો જન્મ આ દિવસે થયો હતો, તેથી તેને વ્યાસ પૂર્ણિમા અથવા ગુરુ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમણે માનવજાતને ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું, તેથી જ તેમને વિશ્વના પ્રથમ ગુરુ માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ ચાતુર્માસના ચાર મહિના ખાસ અપનાવજો આ નિયમો

Back to top button