ચૈત્ર મહિનાની અમાસે ત્રણ શુભ યોગ, પિતૃઓ માટે કરો આ કામ
- આ વખતે અમાસે ત્રણ શુભ યોગ બની રહ્યા છે. આ સમયે કરાયેલું દાન-પુણ્ય સીધુ પિતૃઓને મળે છે. અમાસનો પ્રારંભ 7 મેના રોજ સવારે 11.40 વાગ્યે થઈ રહ્યો છે. અમાસની તિથિ 8 મે, 8.51 વાગ્યે સમાપ્ત થશે
7મે, અમદાવાદઃ ચૈત્ર મહિનામાં પડતી અમાવસ્યાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અમાસના દિવસને પાવન પર્વ પણ કહેવામાં આવે છે. આ વખતે અમાસની તિથિને લઈને લોકો કન્ફ્યૂઝ થઈ રહ્યા છે. આજથી અમાસની તિથિ શરૂ થઈ રહી છે, કેટલાક લોકો આજે અમાસ ગણી રહ્યા છે, પરંતુ અમાસ 8 તારીખે છે. આ દિવસે ઉદયાતિથિના કારણે અમાસ રહેશે. દાન પુણ્ય આ દિવસે સવારે 8.51 વાગ્યા સુધી કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક લોકો પિતૃકર્મ 7મેના રોજ કરશે. કેટલાક જ્યોતિષીઓના અનુસાર અમાસ બંને દિવસ ઉજવવામાં આવશે. 7મેના રોજ પિતૃકર્મ કરવું સારું રહેશે. 8 મેના રોજ સ્નાન અને દાન શુભ માનવામાં આવે છે. આ વખતે અમાસે ત્રણ શુભ યોગ બની રહ્યા છે. આ સમયે કરાયેલું દાન-પુણ્ય સીધુ પિતૃઓને મળે છે. અમાસનો પ્રારંભ 7 મેના રોજ સવારે 11.40 વાગ્યે થઈ રહ્યો છે. અમાસની તિથિ 8 મે, 8.51 વાગ્યે સમાપ્ત થશે.
શું છે અમાસનું મહત્ત્વ
અમાસના દિવસે પિતૃઓને દીપદાન અને તર્પણ કરવામાં આવે છે. પિતૃઓ માટે ધૂપ-ધ્યાન બપોરે 12 વાગ્યે કરવામાં આવે છે. તેથી 7 મેનો દિવસ ધૂપ-ધ્યાન કરવા માટે શુભ છે. અમાસનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે, તેથી આ દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે છે. આ પાવન દિવસે નદીમાં સ્નાન કર્યા બાદ સૂર્યને અર્ઘ્ય આપીને પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ અક્ષય તૃતિયા પર બની રહ્યા છે અનેક શુભ યોગ, નોંઘી લો ખરીદીના મુહૂર્ત