ટ્રેન્ડિંગધર્મ

સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે કરો આ કામ

  • સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે શ્રાદ્ધ અને તર્પણની સાથે કેટલાક વિશેષ કાર્યો ખૂબ જ શુભ માનવામાં આવે છે, પિતૃઓને પ્રસન્ન કરવા કેટલીક વાતોનું ધ્યાન રાખો

HD ન્યુઝ ડેસ્કઃ દર વર્ષે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. જે અમાસના દિવસે થાય છે. આ દિવસને સર્વ પિતૃ અમાસ નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે 02 ઓક્ટોબરે સર્વ પિતૃ અમાસ છે. શ્રાદ્ધપક્ષમાં પિતૃઓની શાંતિ માટે તર્પણ, શ્રાદ્ધ અને પિંડ દાનના કાર્યોનું ખૂબ મહત્ત્વ છે. સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે શ્રાદ્ધ અને તર્પણની સાથે કેટલાક વિશેષ કાર્યો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યોને સુખી જીવન માટે આશીર્વાદ આપે છે. જાણો સર્વ પિતૃ અમાસના દિવસે શું કરવું જોઈએ?

સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે કરો આ કામ hum dekhenge news

સર્વ પિતૃ અમાસના દિવસે કરો આ કામ

  • સર્વ પિતૃ અમાસના દિવસે તમામ પિતૃઓનું શ્રાદ્ધ કરી શકાય છે. ભલે તેમના મૃત્યુની તારીખ જાણતા હોય કે ન જાણતા હોય. પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આ છેલ્લો શ્રેષ્ઠ અવસર માનવામાં આવે છે.
  • સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન, બ્રાહ્મણોને ભોજન કરાવવાની સાથે પંચબલિ વિધિ કરવી શુભ માનવામાં આવે છે.
  • સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃઓની આત્માની શાંતિ માટે ગીતાનો પાઠ કરી શકાય છે.
  • આ ઉપરાંત સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃ સૂક્તમ પાઠ, રુચિ કૃત પિતૃ સ્તોત્ર, પિતૃ ગાયત્રી પાઠ, પિતૃ કવચ પઠન, પિતૃદેવ ચાલીસી, ભાગવત ગીતા અથવા ગરુડ પુરાણનો પાઠ કરી શકાય છે.
  • ધાર્મિક માન્યતા છે કે આ શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવાથી વ્યક્તિ પિતૃદોષથી મુક્તિ મેળવી શકે છે
  • સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું પણ શુભ માનવામાં આવે છે. જો આ શક્ય ન હોય તો તમે ઘરમાં ગંગા જળને પાણીમાં મિક્સ કરીને સ્નાન કરી શકો છો.
  • સર્વ પિતૃ અમા,ના દિવસે કુતુપ, રોહિમી અથવા અભિજીત મુહૂર્તમાં શ્રાદ્ધ અને તર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
  • સર્વ પિતૃ અમાસના દિવસે ક્રોધિત પિતૃઓને શાંત કરવા માટે પિતૃઓના દેવ અર્યમાની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારના સભ્યોને સુખી જીવન માટેના આશીર્વાદ મળે છે.

આ પણ વાંચોઃ આ વર્ષે ક્યારે છે મઘા શ્રાદ્ધ? પિતૃઓ માટે કેમ માનવામાં આવે છે ખાસ?

Back to top button