કારતક માસની અમાસે કરો આ કામ : ધન આવશે, શત્રુ ભાગશે
- 23 નવેમ્બર અને બુધવારના રોજ કારતક અમાસ
- પિતૃ તર્પણનુ છે વિશેષ મહત્ત્વ
- સર્વાર્થ સિદ્ધિ સહિત અનેક શુભ યોગ
કારતક મહિનાની અમાસ 23 નવેમ્બરને બુધવારના રોજ છે. સાથે સાથે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ, અમૃત સિદ્ધિ યોગ, શોભન યોગ અને અમૃત કાળ જેવા મહાયોગનુ નિર્માણ થઇ રહ્યુ છે. તેથી આ દિવસનુ મહત્ત્વ વધી ગયુ છે. કારતકની અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પિતૃઓને તર્પણ આપવાનુ વિશેષ મહત્ત્વ છે. શુભ યોગો સાથે આવતી કારતક મહિનાની અમાસ અશુભ દોષોના નિવારણ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસોમાં માતા લક્ષ્મીની પુજા અને પિતૃઓના નામે દાન પુણ્ય કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ અમાસનુ મહત્ત્વ અને ઉપાય જણાવાયા છે. આ ઉપાયો કરવાથી ઘર-પરિવારમાં સુખ શાંતિ રહે છે અને ધનના આગમનનો યોગ બને છે.
આ ઉપાયોથી પિતૃ થશે પ્રસન્ન
કારતક અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનુ શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ છે. આ દિવસોમાં પિતૃઓને યાદ કરીને તર્પણ અને દાન આપવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. સાથે પિતૃઓના નામનો ઘીનો દીવો કરવામાં આવે છે. સાંજે પિતૃઓના નામનુ દીપદાન પણ કરવુ જોઇએ. શક્ય હોય તો આ દિવસે વ્રત પણ રાખવુ જોઇએ અને પિતૃઓના નામનુ ભોજન પણ કરાવવુ જોઇએ.
આ ઉપાયથી મળશે શનિદોષથી મુક્તિ
કારતક અમાસના દિવસે શનિદેવની પુજા કરવાનુ મહત્ત્વ છે. આ દિવસે પાસેના શનિમંદિરમાં જઇને તલ અને તેલનુ દાન કરી શકો છો. સાથે આ મોસમમાં ગરીબ અને જરૂરિયાતમંદોને ઉનના વસ્ત્રોનુ દાન પણ કરી શકો છો. આમ કરવાથી શનિ દોષમાંથી મુક્તિ મળે છે અને તેમની કૃપાથી ભવિષ્યમાં લાભના યોગ બનવાના શરૂ થઇ જાય છે.
આ ઉપાયથી આવશે સુખ-સમૃદ્ધિ
કારતક અમાસના દિવસે પીપળાના વૃક્ષની પુજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. સુર્યોદયના સમયે પીપળાના મુળને દુધ અને જળથી સીંચો અને પછી પાંચ પ્રકારની મીઠાઇ રાખી દો. ત્યારબાદ હલ્દી, કુમકુમ, અક્ષત, ફુલ વગેરેથી પુજા-અર્ચના કરો. પુજા બાદ 11 પરિક્રમા કરો અને મનોકામના કહો. ત્યારબાદ સુર્યાસ્ત ના સમયે પાંચ ઘીના દીવડાં પ્રગટાવો. આમ કરવાથી પિતૃઓના આશીર્વાદ મળશે અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે.
આ ઉપાયથી શત્રુઓથી મળશે મુક્તિ
કારતક અમાસની રાતે કાળા કુતરાને તેલ ચોપડેલી રોટલી ખવડાવો. ત્યારબાદ પાંચ લાલ ફુલ અને પાંચ દીવડાં પ્રગટાવો, તેને વહેતા પાણીમાં પધરાવી દો. આમ કરવાથી ધનપ્રાપ્તિના પ્રબળ યોગ બને છે અને દુશ્મનો પણ શાંત થઇ જશે. તમારા જીવનના કષ્ટો દુર થશે.
આ ઉપાયથી થશે ધનની પ્રાપ્તિ
કારતકની અમાસના દિવસે સાંજે ઇશાન ખુણામાં ગાયના ઘીનો દીવડો પ્રગટાવો. જોકે રુની દિવેટ ન કરો, તેના બદલે લાલ રંગના દોરાની દિવેટ બનાવો. તેમાં થોડુ કેસર પણ નાંખો. આ સાથે કીડીઓને ખાંડ નાંખેલો લોટ આપો, આમ કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થશે અને પાપ કર્મોનો નાશ થશે.
આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ આદિવાસી વિસ્તારથી પ્રચાર શરૂ કરતાં કહ્યું, દેશના પહેલા માલિક જ આદિવાસીઓ