શ્રાવણ મહિનાના દિવસોમાં કરો આ કામ, ભગવાન શિવ કરશે મનોકામના પુર્ણ
શ્રાવણ મહિનો ભગવાન શિવનો પ્રિય મહિનો માનવામાં આવે છે. એવી માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં શિવલિંગ પર જળ અર્પણ કરવું જોઈએ. આ મહિનામાં શિવલિંગ પર ફળ, ફૂલ અને બેલપત્ર ચઢાવવાથી ભગવાન ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન થાય છે. આ સાથે જ જળ અર્પણ કરતા પહેલા પંચામૃત અર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે.
શ્રાવણમાં સોમવારે ઉપવાસ કરવાથી મહાદેવ ઝડપથી પ્રસન્ન થાય છે સાથે જ તેવું પણ માનવામાં આવે છે કે ભગવાન તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ઉપવાસ માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ તેનાથી શારીરિક રીતે પણ ઘણા ફાયદા થાય છે. એટલા માટે સોમવારે વ્રત અને અનુષ્ઠાન સાથે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. વ્રત દરમિયાન માત્ર ફળો જ ખાવા જોઈએ.
શ્રાવણ મહિનામાં ભગવાન શિવના મંત્રોનો જાપ કરવાથી મહાદેવની કૃપા તો મળે જ છે સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર પડે છે. ભગવાન શિવની ઉપાસના કરવાનો મૂળ અને સરળ મંત્ર છે ‘ઓમ નમઃ શિવાય’. આનો જાપ કરવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. આ સાથે જ શ્રાવણમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી પણ વ્યક્તિને ઘણા ફાયદા થાય છે.
ભગવાન શિવની આરાધના માટે સાવન મહિનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, સાવનનાં આ અંતિમ દિવસોમાં તમે ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે શિવ ચાલીસાનો પાઠ કરી શકો છો. આનો પાઠ કરવાથી લોકોના જીવનમાં આવતી મુશ્કેલીઓ અને તમામ અવરોધો દૂર થાય છે.સાથે જ વ્યક્તિનું મન અને ઘરમાં શાંતિમય વાતાવરણ રહે છે.
આ પણ વાંચો : AIએ બનાવ્યો મંત્રમુગ્ધ કરતો શિવ તાંડવનો વીડિયો; તમે પણ થઇ જશો આશ્ચર્યચકિત