ટ્રેન્ડિંગફૂડલાઈફસ્ટાઈલહેલ્થ

દિવસમાં બે વખત જમ્યાના દોઢ કલાક બાદ કરો માત્ર આટલું, 15 દિવસમાં વજન ન ઘટે તો કહેજો

Text To Speech

અત્યારના સમયમાં જો કોઈ સમસ્યા સૌથી વધુ વિકરાળ બની હોય તો તે છે મેદસ્વીતા. મેદસ્વી લોકોને તેમના વધેલા વજનથી ઝડપથી છુટકારો મેળવવો હોય છે. અત્યારની જીવનશૈલી પ્રમાણે સામાન્ય બનતી આ સમસ્યા અનેક રોગોનું મૂળ પણ છે. માટે જાગ્યા ત્યાંથી સવાર એમ માનીને દિવસમાં બે વખત માત્ર એક ઉપાય અજમાવવાથી તમે વધતી ચરબીથી મુક્તિ મેળવી શકો છો.

આ ઉપાય કરવાથી 15 જ દિવસમાં વધારે વજન ઘટતું દેખાશે. તમે અત્યાર સુધી કરેલા ઉપાય અસર કરી શક્યા નહીં હોય તો પણ આ ઉપાય ચોક્કસથી અસર દેખાડશે. આ ઉપાય એકદમ દેશી છે અને તેને કરવાથી લાભ ચોક્કસથી થાય છે.તેને કરવા માટે તમારે એક પણ રુપિયાનો ખર્ચ કરવો પડશે નહીં. વજન વધવા પાછળનું સૌથી મોટું કારણ હોય છે નબળી પાચનશક્તિ. જ્યારે ખાધેલું ભોજન બરાબર પચતું નથી તો પેટમાં ખોરાક એકઠો થાય છે અને શરીરમાં ચરબી તરીકે જામવા લાગે છે.

15 દિવસમાં વજન ઘટાડવા માટે તમારે માત્ર દોરડા કુદવાના છે. હા આ એ કસરત છે જે નાનપણમાં લગભગ બધાએ કરી જ હોય છે.  જે લોકો ઓફિસમાં કલાકો સુધી બેસી રહે છે અને તેના કારણે તેમનું વજન વધી રહ્યું છે તો દોરડા કુદીને તમે તમારું વજન ઘટાડી શકો છો. દોરડા કુદવા એક અસરકારક કસરત છે. તેનાથી વજન ઝડપથી ઉતરે છે. સાથે જ શરીરને આશ્ચર્યજનક લાભ પણ થાય છે. રોજના માત્ર 30 મીનિટ દોરડા કૂદવાથી વજન ઘટશે એટલું જ નહીં, શરીરમાંથી સુસ્તી, આળસ અને નબળાઈ જેવી બદીઓ પણ ભાગી જશે.

દોરડા કુદવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઝડપથી થવા લાગે છે. જેના કારણે શરીરના કોઈ અંગમાં કચરો જમા થતો નથી. તેના લીધે નસ બ્લોક થવાની તકલીફ પણ દુર થાય છે. જે લોકોને પોતાનું વજન ઝડપથી ઘટાડવું છે તેમણે રોજ સવારે વહેલા જાગીને ખાલી પેટ માત્ર 15 મીનિટ દોરડા કૂદવાના છે. ત્યારબાદ રાત્રે જમ્યા પછી દોઢ કલાક થાય પછી ફરીથી દોરડા 15 મિનિટ માટે કુદવા. આ રીતે દિવસમાં ખાલી 2 વખત સમય કાઢીને દોરડા કુદશો તો પેટની અને કમર પર જામેલી ચરબી ઝડપથી દુર થાય છે.

Back to top button