નિર્જલા એકાદશી પર કરો તુલસીના આ ઉપાયઃ નહીં રહે ધનની કમી
- નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની એકાદશી કરવાનું ફળ મળે છે
- નિર્જલા એકાદશીના વ્રતથી ભગવાન વિષ્ણુની અને માં લક્ષ્મીના આશીર્વાદ મળે છે
- ભગવાન વિષ્ણુને ધરાવાતા ભોગમાં તુલસીના પાન અવશ્ય મુકો
હિંદુ ધર્મમાં એકાદશી તિથિનું ખુબ જ મહત્ત્વ છે. તે સુદ પક્ષમાં અને વદ પક્ષમાં એમ બે વખત પડે છે. વર્ષમાં કુલ 24 એકાદશી હોય છે. જેઠ મહિનાના સુદ પક્ષમાં પડતી એકાદશીને નિર્જળા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ એકાદશીને તમામ 24 એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી વર્ષભરની એકાદશી કરવાનું ફળ મળી જાય છે. આ વ્રત કરવાથી જીવન સુખમય બને છે અને પાપમાંથી મુક્ત થાય છે. આ વર્ષે નિર્જલા એકાદશીનું વ્રત 31 મેના રોજ કરવામાં આવશે.
એવું માનવામાં આવે છે કે આ વ્રત ભીમે રાખ્યુ હતુ તેથી તેને ભીમ એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે. નિર્જલા એકાદશીના દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીના પણ આશીર્વાદ વરસે છે. જાણો નિર્જલા એકાદશી પર તુલસી સાથે જોડાયેલા કેટલાક સરળ ઉપાય
નિર્જલા એકાદશી ઉપાય
ભોગમાં મુકો તુલસીના પાન
નિર્જલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ માટે ચરણામૃત અને પંજીરીનો ભોગ તૈયાર કરો. તેમાં તુલસીના પાંદડા જરૂર નાંખો. ત્યારબાદ ભગવાન વિષ્ણુને ભોગ લગાવો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ માટેના ભોગમાં તુલસીના પાંદડા ભેળવવા ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને ધન ધાન્યની કમી રહેતી નથી.
તુલસીની પરિક્રમા કરો
નિર્જલા એકાદશીના દિવસે તુલસીના છોડને ઘીનો દીવો કરો. સાથે ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો. 11 વખત તુલસીના છોડની પરિક્રમા કરો. જો ઘરમાં કોઇ કલેશ હશે તો પણ તે સમાપ્ત થઇ જશે. સુખ-શાંતિ અને ખુશહાલી આવશે.
તુલસીમાં પ્રગટાવો દીપક
નિર્જલા એકાદશીના દિવસે માં તુલસીની પૂજા કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. જો કોઇ વ્યક્તિના કામ થતા ન હોય તો આ દિવસે તુલસી સામે દીવો કરી આરતી કરો. એ વાત યાદ રાખો કે અગિયારસના દિવસે તુલસીના છોડને જળ અર્પિત ન કરવુ જોઇએ.
તુલસીજીને લાલ ચુંદડી ચઢાવો
જો તમારી લવ લાઇફમાં કોઇ સમસ્યા હોય તો તુલસી માતાને લાલ ચુંદડી ચઢાવો. લાલ ચુંદડી સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. લાલ ચુંદડી તુલસીને ચઢાવવાથી માં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. નિર્જલા એકાદશીના દિવસે તુલસીજીની આરાધના કરતા ऊँ नमो वासुदेवाय મંત્રનો જાપ પણ કરો. તેનાથી જીવનમાં ખુશહાલી આવશે.
આ પણ વાંચોઃ લોકો તમને ઘમંડી સમજીને રાખે છે અંતર? અપનાવો આ પર્સનાલિટી ટિપ્સ