ટ્રેન્ડિંગધર્મ

હોળાષ્ટક દરમિયાન ધનમાં વૃદ્ધિ કરવા માટે કરો આ સરળ ઉપાય

ફાગણ સુદ આઠમથી એટલે કે હોળીના આઠ દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થઇ જાય છે. ફાગણ પુનમના દિવસે હોલિકા દહન બાદ હોળાષ્ટક ખતમ થઇ જાય છે. આ વખતે 28 ફેબ્રુઆરીથી હોળાષ્ટક શરૂ થઇ રહ્યા છે. 7 માર્ચે હોળિકાદહન સાથે હોળાષ્ટક ખતમ થઇ જશે. હોળાષ્ટકમાં કોઇ પણ માંગલિક કાર્યો જેમકે ગૃહ પ્રવેશ, મુંડન, નામકરણ, લગ્નો કરવામાં આવતા નથી. હોળાષ્ટકના સમયે નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધી જાય છે, તેવું માનવામાં આવે છે.

હોળાષ્ટક દરમિયાન ધનમાં વૃદ્ધિ કરવા માટે કરો આ સરળ ઉપાય hum dekhenge news

એવી માન્યતા છે કે હોળાષ્ટકના દિવસોમાં વાતાવરણમાં નકારાત્મકતા હોય છે. અષ્ટમી તિથિના દિવસે ચંદ્રમા, નવમીએ સુર્ય, દશમીએ શનિ, એકાદશીએ શુક્ર, બારસે ગુરૂ, તેરસે બુધ, ચૌદશે મંગળ અને પુનમે રાહુ ઉગ્ર અવસ્થામાં રહે છે. આ કારણે ગ્રહોની ઉર્જા ખુબ જ નકારાત્મક રહે છે. તેનો પ્રભાવ વ્યક્તિના સ્વભાવ પર પણ પડે છે. તેથી એવી માન્યતા છે કે આ દિવસોમાં કોઇ શુભ કાર્ય કરવામાં આવે તો તેનું શુભ ફળ પ્રાપ્ત થતુ નથી. હોળાષ્ટક દરમિયાન નકારાત્મક ઉર્જાના પ્રભાવથી બચવા માટે અને આરોગ્ય તેમજ ધનની પરેશાનીઓને દુર કરવા માટે કેટલાક સરળ ઉપાય સુચવવામાં આવ્યા છે.

કરિયરમાં પ્રમોશન માટે કરો આ ઉપાય

આઠ દિવસોમાં સૌભાગ્ય પ્રાપ્તિ માટે ચોખા, કેસર, ઘીથી હવન કરો અને નવગ્રહની શાંતિ માટે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરો અને પછી મહામૃત્યુંજય મંત્રનો જપ કરો. આમ કરવાથી સૌભાગ્યમાં વૃદ્ધિની સાથે સાથે કરિયરમાં પ્રમોશનના યોગ બને છે અને આરોગ્ય પણ સારુ રહે છે.

હોળાષ્ટક દરમિયાન ધનમાં વૃદ્ધિ કરવા માટે કરો આ સરળ ઉપાય hum dekhenge news

આ ઉપાયથી નકારાત્મક દોષ દુર થાય છે

નોકરી અને રોજગાર સંબંધી સમસ્યાઓને દુર કરવા માટે હોળાષ્ટકમાં કાળા તલ, લોખંડ, કાળા અડદને કપડામાં બાંધીને 5 માર્ચના રોજ શનિવારે કોઇ વ્યક્તિને દાનમાં આપો અથવા તેને મંદિરમાં અર્પિત કરો. હોળાષ્ટકમાં દરરોજ સાંજે એક માટીના દીવામાં કપૂર કરીને આખા ઘરમાં ફેરવો. આમ કરવાથી આખા પરિવારમાં રહેલો નકારાત્મક દોષ દુર થાય છે અને પારિવારિક સભ્યો વચ્ચે અરસપરસ પ્રેમ રહે છે.

આ ઉપાયથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે

આર્થિક સમસ્યાઓથી મુક્તિ માટે હોળાષ્ટકના દિવસોમાં પીળા સરસવ, હળદરની ગાંઠ, ગોલ અને ફુલથી હવન કર્યા બાદ શ્રીસુક્તના કે મંગલ ઋણ મોચન સ્ત્રોતના પાઠ કરો. આમ કરવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે.

હોળાષ્ટક દરમિયાન ધનમાં વૃદ્ધિ કરવા માટે કરો આ સરળ ઉપાય hum dekhenge news

આ ઉપાયથી થશે જીવનના કષ્ટો દુર

હોળાષ્ટકના દિવસોમાં નરસિંહ ભગવાનની પુજા કરવાનું ઉત્તમ માનવામાં આવ્યુ છે. હોળાષ્ટકમાં રોજ વિધિ વિધાન સાથે નરસિંહ ભગવાનની પૂજા કરવાથી જીવનની સમસ્યાઓ દુર થાય છે. ભગવાન કૃષ્ણને રંગ ગુલાલ ચઢાવવાથી સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

સારા આરોગ્ય માટે કરો આ ઉપાય

આ દરમિયાન તમામ ગ્રહો ઉગ્ર અવસ્થામાં રહેતા હોવાથી ભગવાન શિવની ઉપાસના કરવી જોઇએ. તેનાથી નવગ્રહ શાંત થાય છે. હોળાષ્ટકમાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી દરેક પ્રકારના રોગમાંથી છુટકારો મળે છે અને સારુ આરોગ્ય પ્રાપ્ત થાય છે

આ પણ વાંચોઃ આજે લડ્ડુ હોળી, કાલે લઠ્ઠમાર હોળીઃ જાણો શું છે કૃષ્ણનગરીમાં હોળીની અલગ અલગ પરંપરાઓ

Back to top button