ગ્રહોના રાજા સૂર્ય વૃષભ રાશિમાં, કુંડળીમાં સૂર્ય મજબૂત બનાવવા કરો આ ઉપાય
- સમગ્ર સંસારને પ્રકાશમાન કરનાર સૂર્ય 14 મેના રોજ વૃષભ રાશિમાં ગોચર કરશે. સૂર્યનું આ ગોચર સાંજે 5.54 વાગ્યે થશે. સૂર્યના ગોચરથી 12 રાશિઓ પર તેની અસર થશે
સૂર્યને નવગ્રહનો રાજા માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો ભાગ્ય ડગલે ને પગલે તેનો સાથ આપે છે અને તે વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. સૂર્યદેવને ભાગ્ય, ઉચ્ચ પદ, માન-સન્માન, નેતૃત્વ ક્ષમતા જેવી વિશેષતાઓના કારક માનવામાં આવે છે. વેદોમાં સૂર્યને સંપૂર્ણ સંસારની આત્મા પણ માનવામાં આવે છે. સમગ્ર સંસારને પ્રકાશમાન કરનાર સૂર્ય 14 મેના રોજ વૃષભ રાશિમાં ગોચર કરશે. સૂર્યનું આ ગોચર સાંજે 5.54 વાગ્યે થશે. સૂર્યના ગોચરથી 12 રાશિઓ પર તેની અસર થશે. સિંહ, મેષ રાશિના લોકોના ભાગ્યનો સિતારો બુલંદ થશે અને કન્યા, ધન જેવી રાશિઓને ચઢાવ ઉતારનો સામનો કરવો પડશે. જો તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો તમારે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ. રાશિઅનુસાર જાણો સૂર્ય ગોચર સમયે કયા ઉપાયો કરવા લાભકારક પૂરવાર થઈ શકે છે?
મેષ રાશિ
કુંડળીમાં સૂર્યને મજબૂત કરવા માટે મેષ રાશિના જાતકો રોજ 41 વખત ओम सूर्याय नम: મંત્રનો જાપ કરી શકે છે. તેનાથી સૂર્યદેવની કૃપા રહેશે અને તમને ભાગ્યનો સાથ મળશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો પોતાના ભાગ્યને મજબૂત કરવા માટે બુધવાર અને રવિવારના દિવસે યજ્ઞ અને હવન કરી શકે છે, તેનાથી તમારા રોકાયેલા કામ પૂર્ણ થશે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો શનિવારે શનિ દેવ માટે હવન કરે અને રવિવારે સૂર્યદેવને જળ ચઢાવે. તેનાથી તમારી કરિયરમાં આવેલી બાધાઓ દૂર થશે. તમારો અટકેલા કામો પાર પડશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે સૂર્ય બીજા ભાવનો સ્વામી છે. કર્ક રાશિના લોકોએ રોજ 11 વખત ॐ चंद्राय नमःનો જાપ કરવો જોઈએ. આ ઉપરાંત સવારે વહેલા ઉઠીને સૂર્યદેવની આરાધના પણ કરવી જોઈએ. તેના કારણે તમારું મન શાંત રહેશે.
સિંહ રાશિ
સૂર્યદેવ સિંહ રાશિના સ્વામી છે. સિંહ રાશિના લોકોએ પોતાના ભાગ્યને મજબૂત કરવા માટે ॐ भास्कराय नमःનો 41 વખત જાપ કરવો જોઈએ.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે સૂર્ય 12માં ભાવનો સ્વામી છે. સૂર્યની કૃપા મેળવવા માટે કન્યા રાશિના લોકોએ બુધવારના દિવસે બુધ ગ્રહ માટે યજ્ઞ હવન કરવો જોઈએ.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે સૂર્ય અગિયારમાં ભાવનો સ્વામી છે. રોજ 11 વખત ॐ भार्गवाय नमः મંત્રનો જાપ કરો, તમારા રોકાયેલા કાર્યો પૂરા થશે.
વૃશ્ચિક રાશિ
રોજ 11 વખત ॐ भौमाय नमः મંત્રનો જાપ કરવાથી વૃશ્ચિક રાશિના લોકોને લાભ થશે. કરિયરમાં સફળતાના રસ્તાઓ ખુલી જશે.
ધન રાશિ
ગુરુવારના દિવસે ભગવાન શિવ માટે યજ્ઞ-હવન કરો. તેનાથી સૂર્યદેવની કૃપા તમારી પર જળવાયેલી રહેશે. તમારા લગ્નની બાધાઓ હટી જશે.
મકર રાશિ
મકર રાશિના જાતકોએ સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે શનિવારના દિવસે હનુમાનજીનો યજ્ઞ કરવો જોઈએ. તેનાથી તમારા તમામ સંકટો દૂર થશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોએ રોજ ॐ वायुपुत्राय नमः નો જાપ કરવો જોઈએ. તેનાથી સૂર્યદેવની કૃપા તમારી પર વરસશે.
મીન રાશિ
મીન રાશિના જાતકોએ ગુરુવારના દિવસે વૃદ્ધ બ્રાહ્મણને દાન આપવું જોઈએ. દાનની મહિમાથી તમારી પર સૂર્યદેવની કૃપા રહેશે.