બુદ્ધ પુર્ણિમાના દિવસે જરૂર કરો આ ઉપાયઃ તમામ કષ્ટો થશે દુર
- બુદ્ધ પુર્ણિમાનું પર્વ વૈશાખની પુનમે મનાવાય છે
- પ મે, 2023 અને શુક્રવારના રોજ છે બુદ્ધ પુર્ણિમા
- બુદ્ધ પુર્ણિમાના દિવસે વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ
બુદ્ધ પુર્ણિમાનું પર્વ વૈશાખની પુર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. આ વખતે બુદ્ધ પુર્ણિમા 5 મે, 2023ના રોજ છે. બુદ્ધ પુર્ણિમાના દિવસે વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ પણ લાગી રહ્યુ છે. આ કારણે કેટલાય શુભ યોગોનું નિર્માણ થઇ રહ્યુ છે. જાણો આ દિસે કયા ઉપાયો કરવા જોઇએ અને શું છે બુદ્ધુ પુર્ણિમાના શુભ મુહુર્ત
શુભ મુહુર્ત
વૈશાખ પુર્ણિમા તિથિ શરૂ- 4 મે, 2023 સવારે 11.44 વાગ્યે
વૈશાખ પુર્ણિમા સ્થિતિ સમાપ્ત – 5 મે, 2023 રાતે 11.03 આ દિવસે જ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ રાતે 8.45 વાગ્યે લાગશે અને મોડી રાતે 1 વાગ્યે ખતમ થશે. આ ઉપછાયા ચંદ્રગ્રહણ હશે.
બુદ્ધ પુર્ણિમાના દિવસે કરો આ ઉપાય
જો તમારુ કોઇ કામ લાંબા સમયથી રોકાયેલુ છે તો બુદ્ધ પુર્ણિમાના દિવસે શુભ મુહુર્તમાં પવિત્ર નદીમાં સ્નાન કરો. તે ખૂબ સારુ માનવામાં આવે છે. આમ કરવાથી વ્યક્તિને તમામ પાપમાંથી મુક્તિ મળે છે. સાથે સાથે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી નકારાત્મકતાનો પણ નાશ થાય છે.
આ દિવસે ચંદ્ર દેવનું ધ્યાન અવશ્ય કરો. એક ચાંદીની પ્લેટમાં ઘીનો દીવો કરીને ધુપ પ્રગટાવો. ચંદ્રમાને અર્ધ્ય આપો. સાથે સાથે સાબુદાણાની ખીર પણ ચઢાવો. ચંદ્રદેવનું ધ્યાન કરો. ચંદ્રદેવના આશીર્વાદથી તમારી રોકાયેલા કામ પણ પુર્ણ થશે.
આ દિવસે તીર્થ સ્થાન પર જાવ. અંજલી ભરીને જળ લઇને કાળા તલમાં ભેળવીને પિતૃઓના નામથી અર્પિત કરો. આમ કરવાથી કલેશ અને અશાંતિ દુર થશે.
બુદ્ધ પુર્ણિમા કેમ હોય છે ખાસ?
વૈશાખ પુર્ણિમાના દિવસે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મદિવસ મનાવવામાં આવે છે. ભગવાન બુદ્ધને બોધગયામાં બોધિ વૃક્ષની નીચે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઇ હતી. આ બુદ્ધ પુર્ણિમાં ગૌતમ બુદ્ધના સન્માન માટે મનાવવામાં આવે છે. આ દિવસે મંદિરો અને બૌદ્ધ મઠોમાં પૂજા અને ધ્યાન થાય છે. આ દિવસે એક વાસણમાં પાણી અને ફુલ ભરીને ભગવાન બુદ્ધની સામે રાખવામાં આવે છે અને ભગવાન બુદ્ધને મધ, ફળ, ફુલ અર્પિત કરીને સાથે મીણબત્તી પ્રગટાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ પાંજરામાં કેદ પક્ષીઓ અને જાનવરોને આઝાદ કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ ફ્રેન્ચ ફ્રાઇઝ તમને પણ ભાવે છે? હવે ખાતા પહેલા જાણી લો આ ગંભીર અસર