મહાશિવરાત્રિએ અચુક કરો આ ઉપાયઃ શનિની દશામાંથી મળશે મુક્તિ
મહાશિવરાત્રિનું હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્ત્વ હોય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. આ પાવન દિવસે ભગવાન શંકરની પુજા-અર્ચના કરવાથી તમામ પ્રકારના દોષમાંથી મુક્તિ મળે છે. ભગવાન શંકરની કૃપાથી શનિ દોષમાંથી પણ મુક્તિ મળે છે. હાલમાં ધન, મકર, કુંભ રાશિ પર શનિની સાડા સાતી અને તુલા, વૃશ્વિક રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે. શનિની સાડાસાતી અને ઢૈયા લાગવાથી વ્યક્તિનું જીવન ખરાબ રીતે પ્રભાવિત થાય છે. શનિની સાડાસાતી અને ઢૈયાના અશુભ પ્રભાવોથી બચવા માટે મહાશિવરાત્રિના પાવન દિવસે શિવલિંગ પર આ વસ્તુઓ અર્પણ કરો તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થશે અને શનિની દશામાંથી પણ મુક્ત મળશે.
જળ
શિવજીને પ્રસન્ન કરવાનો સૌથી આસાન ઉપાય છે શિવલિંગ પર જળ ચઢાવવું. શિવજીને પ્રસન્ન કરવા માટે ઓમ નમઃ શિવાયનો જપ કરતા શિવલિંગ પર જળ અર્પિત કરો.
દુધ
શિવલિંગ પર દુધ ચઢાવવાથી શિવજી પ્રસન્ન થાય છે. દુધ ચઢાવ્યા બાદ શિવલિંગ પર ગંગાજળ કે શુદ્ધ જળ જરૂર અર્પિત કરો.
ખાંડ
શિવલિંગ પર ખાંડ ચઢાવવાનું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી શિવજી પ્રસન્ન થાય છે.
કેસર
શિવલિંગ પર કેસર અર્પિત કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા થાય છે.
દહીં
શિવલિંગ પર દહીં પણ અર્પિત કરવુ જોઇએ. દહીં ચઢાવ્યા બાદ પણ શિવલિંગ પર ગંગા જળ કે શુધ્ધ જળ જરૂર ચઢાવજો.
દેશી ધી
શિવલિંગ પર દેશી ઘી અર્પિત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. તેમની કૃપા ભક્તોને મળે છે.
ચંદન
શિવલિંગ પર ચંદન અવશ્ય લગાવો. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી જીવનમાં માન, સન્માન અને ખ્યાતિની ક્યારેય કમી આવતી નથી.
ભાંગ
શિવલિંગ પર ભાંગ પણ અર્પણ કરી શકો છો. શિવજીને ભાંગ ખુબ જ પ્રિય છે. શિવરાત્રિમાં ભાંગ ચઢાવવાનું ખુબ શુભ માનવામાં આવે છે.