દિવાળી પર રાશિ અનુસાર કરો આ ઉપાયઃ 2024માં લક્ષ્મીજી ભરશે ભંડાર
- દિવાળીના દિવસે જો રાશિ પ્રમાણે ઉપાયો કરવામાં આવે તો જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. મહાલક્ષ્મીની કૃપાથી વર્ષ 2024 ખૂબ જ શુભ રહેશે.
અમદાવાદઃ દિવાળીનો તહેવાર 12 નવેમ્બર, રવિવારના રોજ ઉજવવામાં આવશે અને આ દિવસથી મહાલક્ષ્મી વર્ષ પણ શરૂ થાય છે. દિવાળીના દિવસે સમૃદ્ધિ અને સુખની કામના માટે મહાલક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. દિવાળીના દિવસે જો રાશિ પ્રમાણે ઉપાયો કરવામાં આવે તો જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. મહાલક્ષ્મીની કૃપાથી વર્ષ 2024 ખૂબ જ શુભ રહેશે. દિવાળીનો દિવસ શુભ માનવામાં આવે છે, તેથી આ દિવાળીએ આ તક ગુમાવશો નહીં. ચાલો જાણીએ રાશિ પ્રમાણે દિવાળી પર કરવાના ઉપાયો વિશે.
મેષ
મેષ રાશિના લોકો દિવાળીના દિવસે મધ, કેસર અને અપરાજિતાને મૂળમાંથી ઉખાડીને પૂજામાં સામેલ કરો અને આખું વર્ષ તેની પૂજા કરતા રહો, પરંતુ ધ્યાનરાખો કે તે ડબ્બો ન ખોલવો.
વૃષભ
વૃષભ રાશિના લોકો માટે દિવાળીના દિવસે કપાળ, નાભિ અને જીભ પર કેસર મિશ્રિત પાણીનો લેપ લગાવે. આ ઉપરાંત બુધવારે કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને પાણીથી ભરેલું માટલું દાન કરો. વૃદ્ધો અને મજૂરોની સેવા લાભદાયી રહેશે
મિથુન
મિથુન રાશિના લોકોએ દિવાળી પર લીલા શાકભાજી અને ચોખાનું દાન કરવું જોઈએ. વડના ઝાડના મૂળમાં ગોળ મિશ્રિત દૂધ પણ ચઢાવો.
કર્ક
કર્ક રાશિના લોકો દિવાળીના દિવસથી એક મહિના સુધી દરરોજ કાળી વાંસળીમાં ગોળ ભરીને જમીનમાં દાટી દે. આમ કરતા તમને કોઈ જોવે નહિ તેનું ધ્યાન રાખો.
સિંહ
સિંહ રાશિના લોકો દિવાળી પર સફેદ ગાયની સેવા કરે. સાથે જ ચોખા અને ખાંડનું દાન કરો અને સાંજે વડના ઝાડના મૂળમાં મીઠુ દૂધ ચઢાવો.
કન્યા
કન્યા રાશિના જાતકો દિવાળીના દિવસે 12 બદામને કાળા કપડાની પોટલીમાં બાંધીને લોખંડના ડબ્બામાં બંધ કરીને અંધારાવાળી જગ્યાએ રાખો. શારીરિક વિકલાંગ લોકોને તેલયુક્ત ખોરાક પણ આપો.
તુલા
તુલા રાશિના લોકો દિવાળીના દિવસે ભોજનનો પહેલો કોળિયો ગાય અથવા અગ્નિને અર્પણ કરો. કેસર મિશ્રિત પાણીને કપાળ, નાભિ અને જીભ પર લગાવો. આ ઉપરાંત, સૂર્યને લાલ મરચાના બીજ યુક્ત પાણી અર્પણ કરવું સારું રહેશે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના લોકો દિવાળીના દિવસે માછલીઓને લોટની ગોળી બનાવીને આપે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવું પણ ફાયદાકારક રહેશે.
ધન
ધનુ રાશિના લોકોએ દિવાળી પર ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજનનું દાન કરવું જોઈએ.
મકર
મકર રાશિના લોકો દિવાળીના દિવસે ગોમતી ચક્રને લાલ પોટલીમાં બાંધીને લક્ષ્મી પૂજનના સ્થાન પર રાખે. તેને પૂજા કર્યા પછી ધનની જગ્યા કે તિજોરીમાં રાખો.
કુંભ
કુંભ રાશિના જાતકો દિવાળીના દિવસે કીડીઓને ખાંડ મિશ્રિત લોટ આપો અને ચંદનના તેલ મિશ્રિત પાણીથી ઘરમાં પોતા લગાવો.
મીન
મીન રાશિના લોકો દિવાળી પર સફેદ ગાયની સેવા કરે અને ચોખા તેમજ ખાંડનું દાન કરે. આ ઉપરાંત સૂકા નારિયેળમાં ડ્રાયફ્રૂટ્સ મિશ્રિત ખાંડ ભરીને જમીનમાં દાટી દો.
આ પણ વાંચોઃ રાજ્યના પોલીસ કર્મચારીઓની દિવાળી સરકારે સુધારી, 538 ASI બનશે PSI