લાઈફસ્ટાઈલહેલ્થ

સિઝેરિયન ડિલિવરી બાદ આ રીતે રાખશો તમારી કાળજી, તો ઝડપી મળશે રિકવરી

ઘણી સ્ત્રીઓને બાળકને જન્મ આપવા માટે સિઝેરિયન ડિલિવરી કરાવી પડતી હોય છે, જે ઘણી દર્દનાક સાબિત થાય છે. સી-સેક્શન એટલે કે સિઝેરિયન ડિલિવરી એ પેટની મોટી સર્જરી છે અને તેમાં લગભગ 2 થી 3 ઇંચ લાંબો કટ કરવામાં આવે છે તેમજ બાળકને ચામડી, સ્નાયુઓ અને ગર્ભાશયના તમામ સ્તરો કાપીને બહાર કાઢવામાં આવે છે, તેથી ઘા પણ ખૂબ ઊંડા હોય છે. આ ઘાને સંપૂર્ણ રૂઝ થવામાં લગભગ 6 મહિનાનો સમય લાગે છે અને સાજા થવાના સમયગાળા દરમિયાન, માતાએ તેના સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખવું પડે છે. આ સમય દરમ્યાન તમે ઝડપી રિકવરી માટે કેટલીક વસ્તુઓની મદદ લઈ શકો છો. તેથી અમે તમને કેટલાક ઘરેલું ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ જે સિઝેરિયન ડિલિવરી પછી દુખાવો ઓછો કરવામાં અને રિકવરી પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરી શકે છે.

આ પણ વાંચો : વારંવાર થતી શરદીથી પરેશાન છો, તો શિયાળામાં આ વસ્તુઓ તમારા શરીરને રાખશે ગરમ

Cesarean Delivery - Hum Dekhenge News
Cesarean Delivery

પીડા કેવી રીતે ઘટાડવી

જ્યારે પેટ પર ટાંકા આવે છે, ત્યારે ખાંસી, છીંક અને હસવાથી પણ કાપેલા ભાગ પર દબાણ આવે છે, જેનાથી અસહ્ય દુખાવો થઈ શકે છે. જ્યારે તમે હસો, છીંકો કે ખાંસી કરો ત્યારે તમારા દુખાવાની જગ્યા પર નરમ ઓશીકું મૂકી શકો છો. તેનાથી તમે ઓછું દબાણ અનુભવશો અને દુખાવો પહેલાના મુકાબલે ઓછો થશે.

કબજિયાત કેવી રીતે અટકાશો 

કેટલીક સ્ત્રીઓ સિઝેરિયન પછી કબજિયાતની ફરિયાદ કરે છે. પેઇનકિલર્સ અને એન્ટિબાયોટિક્સ લેવાથી અને સર્જરી પછી સક્રિય ન રહેવાને કારણે આવું થાય છે. કબજિયાત ટાંકા પર દબાણ લાવી શકે છે અને પીડા પેદા કરી શકે છે. તેથી કબજિયાત ટાળવા માટે, વધુ ફાઇબર અને પ્રવાહી લેવુ જોઈએ.

Cesarean Delivery - Hum Dekhenge News
Health Tips for Cesarean Delivery Women

શું ખાવું જોઈએ ?

સિઝેરિયન પછી શરીરને હાઈડ્રેટ રાખીને કબજિયાત સહિતની ઘણી સમસ્યાઓથી બચી શકાય છે. તેથી દરરોજ 8 ગ્લાસ પાણી પીવો અને પુષ્કળ ફળો અને શાકભાજી, આખા અનાજ, બદામ, બીજ અને કઠોળ ખાઓ. તમારા આહારમાં ભીંડ અને ફ્લેક્સ સીડ્સનો સમાવેશ કરી શકો છો. એક અભ્યાસ જણાવે છે કે કોફી પણ સિઝેરિયન પછી કબજિયાતને રોકવામાં મદદરૂપ થઈ શકે છે.

ધીમે ધીમે શારીરિક પ્રવૃત્તિ કરવી

શસ્ત્રક્રિયા પછી રક્ત પરિભ્રમણને સુધારવા અને હીલિંગ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે, તમારે ધીમે ધીમે ઘા રૂઝાયા પછી શારીરિક પ્રવૃત્તિ કરવાનું શરૂ કરવું જોઈએ. તમારી જાતને વધુ મહેનત ન કરાવો કારણ કે આ તમારી રિકવરીને ધીમું કરી શકે છે. ડિલિવરી પછી તરત જ ભારે વજન ઉપાડવાનું અથવા સખત કસરત કરવાનું ટાળવુ જોઈએ, કારણ કે તેનાથી ટાંકા ખેંચાય શકે છે. ઇન્ટરનેશનલ જર્નલ ઑફ એડવાન્સ્ડ નર્સિંગ સ્ટડીઝના સંશોધકોએ તારણ કાઢ્યું છે કે સિઝેરિયન પછી મહિલાઓની રિકવરીમાં પ્રારંભિક અને વારંવાર શારીરિક પ્રવૃત્તિ અસરકારક ભૂમિકા ભજવે છે.

આયર્ન ખાવું જોઈએ

સિઝેરિયન ડિલિવરીમાં ખૂબ રક્તસ્ત્રાવ થાય છે. આ પોસ્ટપાર્ટમ એનિમિયા તરફ દોરી શકે છે. તેનાથી બચવા માટે તમારા આહારમાં આયર્નનું સ્તર વધારવું જોઈએ. આ માટે તમારે લીલા પાંદડાવાળા શાકભાજી, સૂકા મેવા ખાવા જોઈએ. અંજીરમાં ઘણું આયર્ન હોય છે, તેથી અંજીર લેવુ જોઈએ તેમજ ભોજન કર્યા બાદ ગોળ ખાવાથી પણ ફાયદો થઈ શકે છે.

આરામ કરવો જોઈએ

બાળકની સંભાળ લેતી વખતે તમારે તમારી જાતને અવગણવાની જરૂર નથી. શસ્ત્રક્રિયા પછી આરામ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ તમારા શરીરને ઝડપથી રિકવર કરે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે.

Back to top button