ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

તમે ગમે ત્યાં હોવ પાંચ મિનિટ કાઢી કરી લો આ કસરત, ગાલની ચરબી ચપટીમાં થશે ગાયબ

Text To Speech

ટોન્ડ અને સ્લિમ ચહેરો કોને નથી જોઈતો? તેનાથી તમે યુવાન દેખાઓ છો. પરંતુ, કેટલાક લોકોના ચહેરાની ચરબી વધી જવાને કારણે સેલ્ફી લેતી વખતે ડબલ ચિન અને પફી ગાલ ખૂબ જ ખરાબ દેખાય છે. આ એટલા માટે છે કારણ કે ચહેરાની ચરબી અન્યત્ર ચરબીની જેમ છુપાવી શકાતી નથી.

જો કે, ચહેરાની ચરબીથી છુટકારો મેળવવો સરળ નથી. જેનો બોડી માસ ઇન્ડેક્સ વધારે હોય છે તેમના ચહેરા પર ચરબી જમા થાય છે, જેના કારણે તેમના ગાલ જાડા દેખાય છે. તમારું વજન ઓછું થતાં જ તમારો ચહેરો પાતળો થવા લાગે છે. પરંતુ, આ સિવાય પણ ચેહેરો ટોન્ડ અને સ્લીમ કરવાનો એક ઉપાય છે. અને તે છે કસરત…

કસરત -1

  • એક્યુપ્રેશર કરવા માટે, તમારી પીઠ સીધી રાખીને બેસો.
  • પછી તમારા ચહેરાને 10 સેકન્ડ માટે ચુસ્તપણે દબાવો, બંને ગાલને અંદરની તરફ ખેંચો
  • થોડો આરામ કરો.

આ કસરત તમારા સ્નાયુઓને સંકોચવામાં મદદ કરે છે. ઉપરાંત, તે રક્ત પરિભ્રમણને સુધારે છે. જ્યારે પણ તમને સમય મળે ત્યારે આ કસરત કરો. દિવસમાં ઓછામાં ઓછી ત્રણ વખત આ કસરત કરવાથી તમને રિઝલ્ટ મળશે.


કસરત -2

  • આ કસરત કરવા માટે, સીધા બેસો.
  • આકાશ કે છતને જુઓ
  • ઉપર જોતા ચુમ્મી આપતા હોય તે એક્શન કરો
  • બંને હોંઠને ઉપરની તરફ ખેંચો
  • આવું 7થી 8 વખત કરો

આમ કરવાથી તમે તમારા કાન પાસે જડબાના સ્નાયુઓ અનુભવશો. જેના કારણે ગાલના મસલ્સ સક્રિય થશે, ગાલમાં બિનજરૂરી ચરબીને ઓગાળવામાં આ કસરત મદદરૂપ થશે.

કસરત -3

  • આ કરવા માટે, તમારી પીઠ સીધી કરીને બેસો.
  • તમારા મોંમાં હવા ભરો.
  • હવા ભરેલી રાખીને 15 સુધી ગણો
  • દરમિયાન તમારી આંખો થોડી પહોળી રાખો.

આ કસરત ઓછામાં ઓછા 3 વખત કરો. જેનાથી રક્ત પરિભ્રમણને સુધારશે અને ચહેરો પરફેક્ટ શેઈપમાં લાવી શકાય છે.

Back to top button