ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

ન્યુમોનિયાથી બચવા ખાસ કરો આ કામઃ ખતરનાક રોગનો ખતરો ટળશે

  • ન્યુમોનિયાને લઈને ચેતવણી પણ અપાય છે કે જોજો સામાન્ય ફ્લુ લાંબી શ્વાસની બીમારીમાં ન બદલાઈ જાય. આ માટે કોરોના સમયે કરેલા કેટલાક ઉપાયોને અપનાવવા પડશે.

ઠંડી ધીમે ધીમે વધી રહી છે. ડિસેમ્બર મહિનો ખતમ થવા આવ્યો છે અને ઠંડી રંગ જમાવી રહી છે. આ સાથે સંક્રમણ ફેલાવનાર બેક્ટેરિયા પણ ઝડપથી ફેલાઈ રહ્યા છે અને તે લોકોને બીમાર પણ કરી રહી છે. આ કારણે લોકોએ શરદી-ખાંસી, તાવ જેવી તકલીફોનો સામનો કરવો પડે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે સામાન્ય ફ્લુને ન્યુમોનિયા બનવામાં વધુ સમય લાગતો નથી. જેની આપણને સમયસર જાણ પણ થતી નથી. ન્યુમોનિયાને લઈને ચેતવણી પણ અપાય છે કે જોજો સામાન્ય ફ્લુ લાંબી શ્વાસની બીમારીમાં ન બદલાઈ જાય. આ માટે કોરોના સમયે કરેલા કેટલાક ઉપાયોને અપનાવવા પડશે. જો તમે દિવસમાં બે વખત કોગળા કરો છો તો તમે આ બીમારીથી બચી શકશો.

ન્યુમોનિયાથી બચવુ હોય તો ખાસ કરો આ કામઃ ખતરનાક રોગનો ખતરો ટળશે hum dekhenge news

જાણો ફ્લુ અને શરદી વચ્ચેનું અંતર

જો સૌથી પહેલા ઈન્ફેક્શન કે શરદીની વાત કરવામાં આવે તો ફ્લુના લક્ષણો વધુ ગંભીર હોય છે. તેની અસર શરીર પર ધીમે ધીમે દેખાય છે. ફ્લુ થયાના 48 કલાક બાદ તેનાં લક્ષણો શરીરમાં દેખાય છે. શરદીની અસર ધીમે ધીમે વધે છે અને તમને 10 દિવસની અંદર આરામ પણ મળી જાય છે, પરંતુ ફ્લુનાં લક્ષણો બે અઠવાડિયા સુધી રહે છે.

કોગળા કરવાના ફાયદા

જ્યારે પણ તમે બહારથી આવો ત્યારે સવારે અને સાંજે ગરમ પાણીના કોગળા કરવાથી ઈન્ફેક્શનનો પ્રભાવ વધુ સમય સુધી રહેતો નથી. તે ગળામાં જ નષ્ટ થઈ જાય છે. આમ કરવાથી ચેપ-સંક્રમણ ગળા દ્વારા ફેફસા સુધી પહોંચી શકતું નથી. આ કારણે ન્યુમોનિયાનો ખતરો ઘટે છે, તેથી જ્યારે પણ સાંજે ઘરે આવો ત્યારે કોગળા જરૂર કરો.

ન્યુમોનિયાથી બચવુ હોય તો ખાસ કરો આ કામઃ ખતરનાક રોગનો ખતરો ટળશે hum dekhenge news

કોગળાનું પાણી કેવું હોવું જોઈએ?

હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે સામાન્ય રીતે લોકો હુંફાળા પાણીમાં મીઠું નાંખીને કોગળા કરે છે. આ ઉપરાંત તમે ચા પત્તીનું પાણી પણ વાપરી શકો છો. જે લોકો લાંબા સમયથી શરદી-ખાંસીથી પરેશાન હોય તે દિવસમાં ચાર વખત કોગળા કરો.

આ લોકો રાખે ધ્યાન

જો કોઈ પણ વ્યક્તિને કેન્સર, અસ્થમા, સીઓપીડી અને હાર્ટ સંબંધિત કોઈ બીમારી છે તો તે લોકોમાં આ સંક્રમણ થવાની શક્યતાઓ બે ગણી વધી જાય છે. આ લોકો ન્યુમોનિયા ફ્લુ વેક્સિન લગાવડાવી શકે છે. આ ઉપરાંત રોજ 30 મિનિટ સુધી તડકામાં બેસો. તેના કારણે ઈમ્યુનિટી સિસ્ટમ સારી થાય છે.

આ પણ વાંચોઃ Asus લાવી રહ્યું છે 24GB રેમ અને 1TB સ્ટોરેજ સાથેનો રફ એન્ડ ટફ સ્માર્ટફોન

Back to top button