2023માં શનિદેવને પ્રસન્ન કરવા રોજ કરો આ કામઃ આર્થિક સમસ્યાઓ નહીં રહે
વર્ષ 2022 તેના અંતિમ પડાવ પર છે. આ વર્ષ બધા માટે ઘણી રીતે સારુ રહ્યુ. જોકે અનેક તકલીફોનો સામનો પણ કરવો પડ્યો. આવા સંજોગોમાં લોકોને આશા છે કે આવનારુ વર્ષ શુભ નીવડે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવા વર્ષની શરૂઆતમાં જ શનિ દેવનું રાશિ પરિવર્તન થશે. શનિ ગોચરથી લોકોના જીવનમાં અનેક પરિવર્તનો જોવા મળશે. શનિનુ ગોચર કેટલીક રાશિઓ માટે શુભ તો કેટલીક રાશિઓ માટે અશુભ સાબિત થશે. આવા સંજોગોમાં શનિદેવને ખુશ રાખવા અત્યંત જરૂરી છે. આજે એવા કેટલાક ઉપાયો વિશે જાણો જેની મદદથી શનિદેવના દુષ્પ્રભાવોથી બચી શકાય છે.
જયોતિષ શાસ્ત્ર અનુસાર નવા વર્ષની શરૂઆતમાં જ 17 જાન્યુઆરીના રોજ શનિ દેવ મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિ દેવના આ રાશિ પરિવર્તનના કારણે કેટલીયે રાશિઓને લાભ થશે. તો કેટલીક રાશિઓને નુકશાન પણ ઉઠાવવુ પડશે. જે રાશિઓમાં સાડા સાતીનો પ્રકોપ છે તેમણે ખાસ ઉપાયો શરૂ કરી દેવા જોઇએ.
હનુમાનજીની પુજા કરો
ધાર્મિક માન્યતા અનુસાર હનુમાનજીની પુજા કરવાથી શનિદેવના પ્રકોપથી બચી શકાય છે. આવા સંજોગોમાં નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરીથી રોજ સવારે હનુમાનજીની પુજા કરો અને રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી તમારુ આવનારુ વર્ષ સુખ અને સૌભાગ્ય સાથે પસાર થશે.
પીપળાના ઝાડ પાસે દીવો કરો
જો તમે આર્થિક સમસ્યા સામે લડી રહ્યા છો તો નવા વર્ષના પહેલા દિવસથી સુરજ ઢળ્યા બાદ પીપળાના ઝાડ પાસે સરસવના તેલનો દીવો કરો. આ ઉપાય કરવાથી ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મળશે અને શનિદેવનો શુભ આશીર્વાદ પ્રાપ્ત થશે.
આ મંત્રોનો જાપ કરો
શનિદેવના દુષ્પ્રભાવથી બચવા માટે રોજ ‘ॐ પ્રાં પ્રીં પ્રોં સઃ શનૈશ્વરાય નમઃ’ અને ‘ॐ શં શનિશ્વરાયે નમઃ’ આ બે મંત્રોનો જાપ કરો. આ ઉપરાંત શનિ દેવને પ્રસન્ન કરવા માટે શનિ ચાલીસા અને શનિદેવની આરતી પણ કરી શકો છો.
આ પણ વાંચોઃ જાણો શનિના ગોચર પરિવર્તનથી કઈ રાશિને થશે નુકશાન