ઘરમાં નકારાત્મકતા લાવતી આ વસ્તુઓને આજે જ કરો ઘરની બહાર
- ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓ લડાઇ-ઝઘડાને આમંત્રણ આપે છે
- કલેશની સ્થિતિથી બચવા કેટલીક બાબતોનું રાખો ધ્યાન
- ઘરમાં પડેલી વસ્તુઓને કરી દો બહાર
ઘરમાં આપણે ઘણી એવી વસ્તુઓ રાખી દેતા હોઇએ છીએ, જે નકારાત્મક ઉર્જા (નેગેટિવિટી)નું કારણ બને છે અને તેને આપણે નજરઅંદાજ કરીએ છીએ, પરંતુ આ ઉર્જા ઘરના માહોલને નકારાત્મક બનાવી શકે છે. તમારા ઘરમાં હંમેશા લડાઇ-ઝઘડા થતા રહે છે અને કલેશની સ્થિતિ બને છે. આવો તમને એ વસ્તુઓ અંગે જણાવીએ જેના કારણે ઘરમાં નકારાત્મકતા વધે છે. આ વસ્તુઓને આજે જ ઘરમાંથી બહાર કાઢી દો.
બંધ પડેલી ઘડિયાળ
બંધ પડેલી ઘડિયાળ ખરાબ સમયનું પ્રતિક છે. ઘરના લોકો માટે તે અશુભ સમય લાવે છે. ઘણીવાર બંધ પડેલી ઘડિયાળ પણ આપણે લટકાવી રાખીએ છીએ. વાસ્તુ અનુસાર કોઇ પણ દિશામાં રાખેલી બંધ ઘડિયાળો ખરાબ સમય લાવે છે. ઘડિયાળો રોકાઇ જાય છે ત્યારે તે નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. તો આવી ઘડિયાળોને આજે ઘરમાંથી દુર કરો અથવા તેને ચાલુ કરાવો.
ઘરમાં ન રાખો તુટેલી ડસ્ટબિન
ઘરની ડસ્ટબિન પણ હંમેશા સાફ અને તુટ્યા વગરની હોવી જોઇએ. તુટેલી ડસ્ટબિન ઘરમાં રાખવી અશુભ ગણાય છે. તેના કારણે દુઃખ દરિદ્રતા અને બિમારીઓ આવવા લાગે છે. તેથી ઘરમાં ક્યારેય તુટેલી ડસ્ટબિન ન રાખો.જ અલવિદા કહો.
જુના છાપા અને ફાટેલા પુસ્તકો
ઘરમાં જુના છાપા અને ફાટેલા પુસ્તકો રાખવા ખુબ ખરાબ માનવામાં આવે છે. તે વાસ્તુદોષની નિશાની છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. નકારાત્મક ઉર્જાના કારણે લોકોનું સ્વાસ્થ્ય અને આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. આવા સંજોગોમાં તમે આજે જ જુના છાપા અને ફાટેલા પુસ્તકોનો નિકાલ કરો.
તુટેલા વાસણો કે ક્રોકરી
ઘરના કિચનમાં તુટેલા વાસણો રાખવાનુ અશુભ માનવામાં આવે છે, તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે. જેના કારણે પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય બગડે છે. તમારા કિચનમાં વર્ષોથી તુટેલા ફુટેલા વાસણો હોય તો તેને તાત્કાલિક ફેંકી દો. તુટેલા ગ્લાસ, ક્રોકરી કે કાચ પણ ઘરમાં ન રાખો. કોઇ પણ ગ્લાસ તુટી જાય તો તેને બદલાવી નાંખો.
સુકાયેલા ફુલ
આ કોઇ સુંદર વસ્તુના મૃત્યુનો સંકેત છે. ક્યારેય પણ ઘરમાં સુકાયેલા ફુલો ન રાખો. તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. તેથી સુકાયેલા ફુલોને કાપીને બગીચામાં ફેંકી દો.
જુના કેલેન્ડર
નવુ કેલેન્ડર આવે ત્યારે જુનુ કેલેન્ડર બહાર કાઢી દો. જુનુ કેલેન્ડર ભૂતકાળના સંકેત આપે છે. તે ગયા વર્ષની ઉર્જાઓને ધારણ કરે છે અને જુની વાતો વિચારવાના બદલે તેને આગળ વધવુ વધારે સારુ છે.
કાંટાળા છોડ
ઘરમાં કાંટાળા છોડ જેમકે કેક્ટસ વગેરે ન લગાવવા જોઇએ. તેનાથી ઘરમાં નેગેટિવિટી ફેલાય છે. કાંટાવાળા કેક્ટરના છોડ મેઇનગેટની બહાર રાખી દેવા યોગ્ય છે. ગેટની અંદર તે કદી ન રાખો.
આ પણ વાંચોઃ ટ્વિટર પરથી ઉડી ગઈ ચકલી; મસ્કે નામમાં પણ કર્યો ફેરફાર