નવરાત્રિ પહેલા ઘરમાંથી બહાર કરો આ વસ્તુઓ, બચી જશો આર્થિક નુકશાનથી
આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 22 માર્ચ બુધવારથી લઇને 30 માર્ચ સુધી રહેવાની છે. હિંદુ પંચાંગ અનુસાર ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની શરૂઆત નવરાત્રિથી થાય છે અને હિંદુ ધર્મમાં તેનું વિશેષ મહત્ત્વ છે. નવરાત્રિમાં માં દુર્ગા ઘરે આવે તે પહેલા ઘરની સારી રીતે સાફ સફાઇ કરવી જોઇએ. એવું કહેવાય છે કે સાફ-સફાઇ વગર ઘરમાં દેવીની ઉપાસનાનું શુભ ફળ મળતું નથી. નવરાત્રિ પહેલા સાફ-સફાઇ કરીને કેટલીક ખાસ વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢી દેવી જોઇએ. ઘરમાં આ વસ્તુઓનુ રહેવુ અશુભ ગણાય છે.
ખંડિત મુર્તિઓ
ઘરમાં દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિનું હોવુ અશુભ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં એવી મુર્તિઓ હોય તો તેને તરત વિસર્જિત કરી દો. ઘરના મંદિરમાં ભુલથી પણ દેવી-દેવતાઓની ખંડિત તસવીરો અને પ્રતિમાઓ ન રાખો. તે વાસ્તુ દોષને જન્મ આપે છે. તેના કારણે ઘરના લોકોના આરોગ્ય પર ખરાબ અસર પડે છે.
બંધ પડેલી ઘડિયાળ
બંધ પડેલી ઘડિયાળ ખરાબ સમયનું પ્રતિક છે. ઘરના લોકો માટે તે અશુભ સમય લાવે છે. કેટલીક વાર ઘડિયાળ દિવાલ પર લટકે લટકે ખરાબ થઇ જાય છે. ઘણીવાર બંધ પડેલી ઘડિયાળ પણ આપણે લટકાવી રાખીએ છીએ. ક્યારેક બંધ પડેલી કાંડા ઘડિયાળ આપણે પહેરીએ છીએ અથવા ઘરમાં રાખીએ છીએ. તે પણ અશુભ કહેવાય છે. કોઇ પણ દિશામાં રાખેલી બંધ ઘડિયાળો ખરાબ સમય લાવે છે. તો આવી ઘડિયાળોને આજે જ ઘરમાંથી દુર કરો.
જુના કપડાં કે જુતાં ન રાખો
હંમેશા લોકોના ઘરમાં જુના કપડાં પડ્યા હોય છે, તેનો ઉપયોગ થતો નથી. લોકો જુના કપડા, રજાઇ, ચાદર, ગાદલા જેવી વસ્તુઓે સ્ટોરરૂમમાં વર્ષો સુધી ધુળ જામવા માટે છોડી દે છે. જેઆમ કરવાથી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ ખરાબ થાય છે. આ કપડામાંથી ઘરમાં રાહુ-કેતુની નકારાત્મક ઉર્જા આવવા લાગે છે. આ ઉપરાંત ઘરમાં જુના કે ન પહેરતા હોય તેવા જુતા રાખવા પણ અયોગ્ય ગણાય છે. તે નકારાત્મકતા વધારે છે. મા દુર્ગા આવા ઘરમાં વાસ કરવાનું પસંદ કરતી નથી.
ડુંગળી અને લસણ
ચૈત્ર નવરાત્રિમાં માં દુર્ગા 9 દિવસ સુધી ધરતી પર રહે છે અને ભક્તોના ઘરમાં વાસ કરે છે. આવા સંજોગોમાં ઘરનું વાતાવરણ સુગંધિત અને શુદ્ધ રાખવુ ખુબ જરુરી છે. નવરાત્રિ પહેલા સફાઇ દરમિયાન ડુંગળી, લસણ, ઇંડા, મદિરા જેવી વસ્તુઓને ઘરમાંથી દુર કરો. તે ઘરમાં નકારાત્મકતા લાવે છે.
ખરાબ થઇ ગયેલું જમવાનું
ઘરના કીચનની સાફ સફાઇ પણ મહત્ત્વની છે. આવા સંજોગોમાં જો ત્યાં કોઇ પણ ખરાબ કે બગડી ગયેલી વસ્તુઓ હોય તો તેને ઘરમાંથી બહાર રાખી દો. ઘરમાં ખાવા-પીવાની ખરાબ વસ્તુઓ માં દુર્ગાને પસંદ પડતી નથી. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.
આ પણ વાંચોઃ મીનારક કમુરતાનો પ્રારંભઃ શુભ કાર્યો વર્જિત, કઇ રાશિએ સાવધાન રહેવુ?