હોળીની રાખથી કરો આ ઉપાયોઃ અનેક તકલીફોમાંથી મળશે મુક્તિ
હોલિકાદહન સમયે કેટલાય લોકો દ્વારા અનેક ધાર્મિક, સામાજિક કે વૈજ્ઞાનિક ઉપાયો કરવામાં આવતા હોય છે. તેના અનેક લાભ હોય છે. તમે કદાચ હોળીની રાખના ઉપાયોથી અજાણ હશો તો આજે જાણી લો હોલિકાદહનની રાખના ઉપાયો. હોલિકાદહનની રાખ વ્યક્તિની કિસ્મત જગાવવાની સાથે ઘરના વાસ્તુ દોષ અને નકારાત્મક ઉર્જાને સમાપ્ત કરી શકે છે. હોલિકા દહનની રાખથી કયા ઉપાયો કરવા શુભ રહેશે.
હોળિકાની રાખથી કરો આ ઉપાયો
ધન લાભ માટે
આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે હોલિકાની રાખ મદદ કરી શકે છે. આ માટે હોલિકા દહનના બીજા દિવસે સવારના સમયે કંઇ પણ બોલ્યા વગર રાખ લઇ આવો અને આખા ઘરમાં તેનો છંટકાવ કરો. તેના કારણે ઘરમાં વાસ્તુ દોષ પણ યોગ્ય થઇ જશે.
રોગમાંથી મુક્તિ મેળવવા માટે
જો તમારા ઘરમાં કોઇ વ્યક્તિ લાંબા સમયથી બિમાર રહેતુ હોય. એક બિમારી ખતમ ન થતી હોય અને બીજી બિમારી આવતી હોય તો હોલિકાદહનમાં એક પાનમાં એક પતાસુ અને બે લવિંગ સમર્પિત કરો. ત્યારબાદ રાખ ઠંડી થવા દો અને ઘરે લઇ આવો. બિમાર વ્યક્તિના શરીરમાં લગાવી દો.
રાહુ કેતુ દોષ માટે
જો કુંડળીમાં રાહુ અને કેતુની સ્થિતિ ખરાબ થવાના કારણે પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય તો હોલિકા દહનની થોડી રાખ લઇને એક લોટામાં જળમાં નાંખો અને ત્યારબાદ શિવલિંગ પર તે જળ અર્પિત કરો.
નજર દોષ માટે
નજર દોષમાંથી મુક્તિ મેળવવા માટે હોલિકા દહનમાં એક પાનમાં બે લવિંગ અને એક પતાસુ લઇને અર્પિત કરો. ત્યાર બાદ તેની રાખ લાવીને એક ચાંદી કે તાંબાના તાવીજમાં ભરી લો અને ગળામાં પહેરી લો.
નવગ્રહ દુષ્પ્રભાવ માટે
કુંડળીમાં નવગ્રહ દુષ્પ્રભાવને ઘટાડવા માટે હોલિકાની રાખને નહાવાના પાણીમાં ભેળવી લો અને પછી નાહી લો. આમ કરવાથી શારીરિક, માનસિક અને આર્થિક સંબંધી સમસ્યાઓમાંથી છુટકારો મળશે.
આ પણ વાંચોઃ પર્યાવરણ પ્રેમીઓ આ વખતે કરશે વૈદિક હોળી