સવારે ઉઠતા જ કરો આ ચાર કામઃ ક્યારેય નહીં થાય પૈસાની તંગી
- સવારે મોડા ઉઠશો, તો દરિદ્રતા પીછો નહીં છોડે.
- સવારે ઉઠ્યા બાદ નાહી ધોઇને સુર્ય નારાયણ દેવને જળ ચઢાવો.
- દૈનિક કામની શરૂઆત પહેલા ભગવાનનું નામ લો.
હંમેશા વ્યક્તિની લાખ કોશિશો છતાં પણ ઘરમાં ધનનો અભાવ રહે છે. દરિદ્રતા જાણે પીછો છોડતી નથી. ગમે તેટલું કરવા છતાં પૈસા આવતા નથી. જ્યોતિષશાસ્ત્રમાં આર્થિક તંગીથી બચવાના ઉપાય જણાવ્યા છે. જે લોકો સવારે ઉઠતાની સાથે આ ચાર કામ કરી લે છે તેને ક્યારેય ગરીબાઇ આવતી નથી. તેના ઘરમાં હંમેશા પૈસાની રેલમછેલ રહે છે.
સુર્યોદય પહેલા ઉઠો
એવું કહેવાય છે કે સુર્યોદય પહેલા ઝાડુ લગાવી દો તો સુખ-સમૃદ્ધિ ઘટતા નથી. ઘરનો મુખ્ય દરવાજો હંમેશા સુર્યોદય પહેલા ખુલી જવો જોઇએ. બારીઓ, દરવાજામાંથી આવતુ સુર્યનું પહેલુ કિરણ ઘરમાં ધનના ભંડાર ભરી દે છે. જે લોકો સવારે મોડા સુધી સુતેલા રહે છે, તેમના ઘરમાં હંમેશા દરિદ્રતા છવાયેલી રહે છે.
ઇશ્વરનું નામ લો
સવારે તમારી આંખ ખુલે ત્યારથી જ તમે દૈનિક કાર્યોની શરૂઆત કરવા લાગો છો, પરંતુ સવારે ઉઠતાની સાથે જ, તમે આંખ ખોલો છો અને પથારીમાં જ છો ત્યારે બે હથેળી ખોલીને कराग्रे वसते लक्ष्मीः करमध्ये सरस्वती। करमूले तु गोविन्दः प्रभाते करदर्शनम॥ મંત્રનો જાપ કરો. આમ કર્યા બાદ જ પથારીમાંથી નીચે ઉતરો.
સુર્યને જળ ચઢાવો
સવારે ઉઠ્યા બાદ નાહી ધોઇને સુર્ય નારાયણ દેવને જળ ચઢાવો. જે લોકો પોતાના ધરમાં આ નિયમનું પાલન કરે છે, દરિદ્રતા તેનાથી કોસો દુર રહે છે. બાળકો ભગવાન સુર્ય નારાયણને જળ ચઢાવે તો તેમની બુદ્ધિ પણ વિકસે છે. સુર્યને જશ અર્પિત કરતા સાત વખત પરિક્રમા કરો અને આ મંત્રોનો જાપ કરો.
1. ॐ सूर्याय नमः
2. ॐ भानवे नमः
3. ॐ खगाय नमः
4. ॐ भास्कराय नमः,
5. ॐ आदित्याय नमः
ભગવાન કૃષ્ણની પૂજા કરો
સવારે પૂજની થાળીમાં ચંદનથી સ્ટાર બનાવો. તેની વચ્ચે ઓમ બનાવી લો. ત્યારબાદ તેમાં તુલસીપત્ર અર્પિત કરો. ત્યારબાદ એક યંત્ર બનાવી લો. તેને પ્રણામ કરો અને થાળી પર શ્રીકૃષ્ણને બેસાડીને નારાયણ નારાયણનો જાપ જપતા સ્નાન કરાવો. ભગવાનને આસન પર બેસાડી, સારા વસ્ત્રો પહેરાવો. ભગવાનની આરતી કરો, ભોગ લગાવો અને પ્રણામ કરો. ભગવાન વિષ્ણુ તમારુ કલ્યાણ કરશે.
આ પણ કરોઃ સુર્યદેવ કરશે પોતાની ઉચ્ચ રાશિમાં પ્રવેશઃ આ લોકો રહેજો સાવધાન