Diwali 2023ટ્રેન્ડિંગધર્મ

ધન તેરસના દિવસે ધન વૃદ્ધિ માટે કરો આ 13નો ઉપાય

  • ધનતેરસના દિવસે લક્ષ્મી-કુબેર દેવ અને ભગવાન ધનવંતરીની પૂજાનું વિધાન છે. આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓની ખરીદી પણ કરવામાં આવે છે.

સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરી અમૃત કળશ સાથે પ્રગટ થયા હતા, આ દિવસને ધન તેરસ તરીકે ઉજવવામાં આવે છે. ધનતેરસ આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન કુબેર, દેવી લક્ષ્મી અને આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરીની પૂજા કરીને ધન-સમૃદ્ધિની કામના કરે છે. પ્રાર્થના કરે છે. આ દિવસથી જ દિવાળીનો પાંચ દિવસનો તહેવાર શરૂ થાય છે. આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બર 2023ના રોજ છે. આ દિવસે 13 નંબરનું છે વિશેષ મહત્ત્વ છે. જાણો ધન તેરસ પર કયાં કાર્યો 13 વખત કરવા જોઈએ અને તેનાથી શું ફાયદો થાય છે?

શું છે ધન તેરસ પર 13 નંબરનું મહત્ત્વ

ધન એટલે સમૃદ્ધિ અને તેરસ એટલે તેર દિવસ. ધનતેરસનો તહેવાર ધન અને આરોગ્ય સાથે જોડાયેલો છે. આ દિવસે મા લક્ષ્મી અને કુબેર દેવની પૂજા કરવાથી, ખરીદી કરવાથી ધન અને તે વસ્તુમાં 13 ગણો વધારો થાય છે. સાથે જ ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી તેર ગણો આરોગ્ય લાભ મળે છે. તેથી આ દિવસે 13 અંક શુભ માનવામાં આવે છે.

ધન તેરસ પર 13ની સંખ્યામાં કરો આ ઉપાય

ધનતેરસના દિવસે ધનવૃદ્ધિ માટે કરો આ 13નો ઉપાય hum dekhenge news

13 કોડી

આર્થિક લાભ માટે, ધન તેરસ પર પ્રદોષ કાળમાં 13 કોડી હળદરમાં રંગીને મા લક્ષ્મી અને કુબેર દેવની પૂજામાં અર્પણ કરો. ત્યારબાદ રાત્રે કોડીને ઘરના જુદા જુદા ખૂણામાં દાટી દો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં બરકત આવશે. લક્ષ્મી આકર્ષિત થશે અને પૈસાની કોઈ કમી નહિ રહે.

13 દીવા

પ્રકાશનો તહેવાર દિવાળી ધન તેરસથી શરૂ થાય છે. આ દિવસે સાંજે 13 દીવા પ્રગટાવો અને તેને ઘર આંગણમાં રાખી દો, આમ કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. તેનાથી નોકરી અને ધંધામાં આવતા અવરોધો દૂર થાય છે. ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે.

ધનતેરસના દિવસે ધનવૃદ્ધિ માટે કરો આ 13નો ઉપાય hum dekhenge news

વાસણમાં ધાણાના 13 દાણા

એવું કહેવાય છે કે ભગવાન ધનવંતરિનો જન્મ હાથમાં પિત્તળના વાસણ સાથે થયો હતો, તેથી ધનતેરસના દિવસે પિત્તળના વાસણ ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે ખરીદેલા વાસણમાં અનાજ કે ધાણા ભરવામાં આવે છે. ધાણા શુભ પ્રસંગોમાં ઉપયોગમાં લેવાતા હોય છે. પિત્તળના વાસણમાં ધાણાના 13 દાણા ભરીને રાખી દેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં અનાજના ભંડારો ખૂટતા નથી.

13 સિક્કા

ધન તેરસ પર લોકો સામાન્ય રીતે સોના અને ચાંદીના ઘરેણાં તથા સિક્કા ખરીદે છે. આવી સ્થિતિમાં, આ દિવસે એક નવો ચાંદીનો સિક્કો અને કેટલાક જૂના સામાન્ય સિક્કાને હળદરથી રંગો અને પછી તેને મા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરો. એવું કહેવાય છે કે તેનાથી દેવી લક્ષ્મી આપણું ઘર છોડીને જતા નથી. આર્થિક તંગી અને દેવાથી ઝડપથી રાહત મળે છે.

ધનતેરસના દિવસે ધનવૃદ્ધિ માટે કરો આ 13નો ઉપાય hum dekhenge news

13 વસ્તુઓનું દાન

ધન તેરસના દિવસે અન્ન, વસ્ત્ર, દીવો, લોખંડ, નારિયેળ, મીઠાઈ વગેરે વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ છે. તેનાથી ધનમાં વધારો થાય છે. કહેવાય છે કે ધનતેરસ પર 13 અંકમાં આ વસ્તુઓનું દાન કરવામાં આવે તો પુણ્ય ફળ મળે છે અને તમારા ધનમાં વૃદ્ધિ થાય છે.

મંત્રનો 13 વાર જાપ કરો

ऊँ यक्षाय कुबेराय वैश्रवणाय धन्य धन्याधिपतये धन धान्य समृद्धि मे देहि दापय दापय स्वाहा। (ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધન્ય ધન્યાધિપતયે ધન ધાન્ય સમૃદ્ધિ મે દેહિ દાપય દાપય સ્વાહા) આ કુબેર દેવનો મંત્ર છે. એવું માનવામાં આવે છે કે ધન તેરસના દિવસે કુબેર મંત્રનો 13 વાર જાપ કરવાથી અપાર ધન પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચોઃ દિવાળીએ અયોધ્યામાં બનશે રેકોર્ડ, લાખો દીવાથી ઝળહળશે સરયૂ ઘાટ

Back to top button