આંખોના નંબર ઊતારવા કરો ઊપાય, 1 વર્ષમાં ઊતરી જશે ચશ્મા
ન્યુઝ ડેસ્કઃ આજના સમયમાં આંખોની બિમારીઓ સામાન્ય થઈ ગઈ છે, આજે તમે નાના બાળકોને પણ ચશ્મા પહેરેલા જોશો. ઘણી વખત ચશ્મા પહેરવા છતા પણ આંખોના નંબર વઘતા જાય છે. માર્કેટમાં ઘણી બધી ટ્રીટમેન્ટ છે જે તમારા ચશ્માંના નંબર ઊતારી શકે છે. પરંતુ તેમાથી ઘણા બઘા ખર્ચાળ પણ છે. જેમ કે લેસર ટ્રિટમેન્ટ.
અહીં અમે તમને જણાવીશું કેવી રીતે તમે ચશ્માના નંબર નેચરલી ઊતારી શકો છો.
માખણ- કેલ્શિયમ અને વિટામિન એની કમી દૂર કરવા માટે માખણ અને દૂધને આહારમાં સામેલ કરો. રોજ તેનું સેવન કરવાથી લાભ થશે.
ગાજર જ્યૂસ
ગાજર પણ આંખો માટે હિતકારી છે. ગાજરમાં રહેલું વિટામીન ‘એ’ આંખો માટે ફાયદાકારક છે તેનાથી આંખોની રોશની વધે છે.
ત્રિફલા ચૂર્ણ
આંખના નંબર ઉતારવા માટે ત્રિફળા ચૂર્ણ પણ કારગર છે. ત્રિફલાચૂર્ણ હરડે, બહેડા, આમળા ઉપકારક છે. આ ત્રણેય ફળને અધકચરા ખાંડી નાખો અને તેની સફેદ કાપડમાં પોટલી વાળી દો. આ પોટલીને રાત્રે તાંબાના પાણી ભરેલા કળશમાં ડુબાડી દો. હવે સવાર બ્રશ કર્યાં બાદ મોંમાં પાણી ભરીને આંખોમાં તાંબાના કળશમાં ભરેલું પાણી છાંટો. આ પ્રયોગ એક વર્ષ સુધી કરવાથી આંખોના નંબર ઉતરી જાય છે. પાણીમાં પલાળેલી બદામ પણ ફાયદાકારક છે. રાત્રે પાંચ દાણા બદામને પાણીમાં પલાળી દો પછી તેને સવારે ખાઈ લો. આવું કરવાથી પણ આંખોની રોશની વધે છે.
આંખોની એકસરસાઈઝ
આંખની એક્સરસાઈઝ માટે જ્યોતિ ત્રાટક કરો. આંખોની સામે થોડા અંતરે કેન્ડલ કે દીપક સળગાવો અને તેની સામે એકટીસે પલકને ઝબકાવ્યા વિના તેને નિહાળો. આવી એક્સરસાઈઝ ડેઈલી કરવાની ફાયદો થાય છે. આ ઉપરાંત આંખને રાઈટથી લેફ્ટ અને લેફ્ટથી રાઇટ ફેરવો. ઉપરથી નીચે ફેરવો અને આ રીતે એકસરસાઈઝ કરવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે. આંખને હળવા હાથે હથેળી વડે દબાવીને થોડીવાર બાદ છોડો આ રીતે કરવાથી આંખને રિલેકશન મળશે અને રોશનીમાં વધારો થશે આંખોની થકાવટ દૂર થશે.
એલચી અને વરિયાળી
રાત્રે સૂતા પહેલા દૂધમાં એલચીવાળું દૂધ પીવાની આદત પાડો. આ દૂધ બાળક માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી આંખો સ્વસ્થ રહે છે. વરિયાળી, સાકર, બદામને મિક્સ કરીને એક ગ્લાસ દૂધમાં પીવાથી ફાયદો થાય છે. આંખોની રોશની વધે છે.
સંતુલિત આહાર
આ સાથે સંતુલિત આહાર લેવો પણ જરૂરી છે. શારીરિક કમજોરી ઓછી કરવા માટે હેલ્ધી ફૂડ લેવું જરૂરી છે. શાકભાજી. વિટામિન એ યુક્ત આહાર, પપૈયા, સંતરા, પાલક, કોથમીર, બટાટા વગેરેને ડાઈટમાં સામેલ કરો. જેનાથી આંખોના વિઝનમાં સુધારો થાય છે.
આ પણ વાંચોઃ કેમ નાની ઉંમરમાં વધી રહ્યું છે હાર્ટએટેકનું પ્રમાણ ?