ટ્રેન્ડિંગનેશનલ

આમ જીવતા થાય મૃતકો ? મૃત વ્યક્તિને જીવતો કરવા ઠાઠડી પાસે કર્યા કીર્તન અને…

Text To Speech

ભારતમાં આજે પણ અનેક સ્થળોએ અંધશ્રધ્ધાના ઓથારા હજુ પણ જોવામા આવે છે. દેશનો પૂર્વના રાજ્યો અને તેમા પણ પશ્ચિમ બંગાળ, આસામ અને સેવન સિસ્ટર્સમાં ખાસ આવુ જોવામાં આવે છે. આવો જ એક કિસ્સો ગયાના નક્સલ પ્રભાવિત અમાસ બ્લોકના બભનડીહ(Bhabhandih) ગામનો છે. વાસ્તવમાં, છેલ્લા બે દિવસથી અહીં એક મૃત છોકરો જીવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મહિલાઓનો દાવો છે કે, કિશોર ત્રીજા દિવસે જાગી જશે. આ માટે કેટલીક મહિલાઓ યુવકની ઠાઠડીની (કબરની) આસપાસ ધણી રહી છે, તેમજ ભજન-કીર્તન કરી રહી છે.

અમાસ પોલીસના જણાવ્યા અનુસાર, તેઓને આવી કોઈ માહિતી મળી નથી. શાંતિ ભંગ થવાની સંભાવના પર કાર્યવાહી કરવામાં આવશે. વાસ્તવમાં, બભનડીહ ગામના રહેવાસી કૌલેશ્વર યાદવનો પુત્ર રંજન કુમાર (12) રવિવારે તાડના ઝાડ પરથી પડી ગયો હતો. સારવાર દરમિયાન સોમવારે બપોરે તેમનું મોત થયું હતું. મૃત્યુ બાદ ગામના સ્મશાનમાં કબર ખોદીને મૃતદેહને દફનાવવામાં આવ્યો હતો. સ્વજનો સ્મશાનમાંથી પરત ફરી રહ્યા હતા.

આ દરમિયાન કેટલીક મહિલાઓ ઝૂલતી ત્યાં આવી. તેણે દાવો કર્યો હતો કે, તે છોકરાને જીવતો કરશે. આ પછી ત્યાં અંધશ્રદ્ધાનો ખેલ શરૂ થયો. સ્વજનો પણ કબરની આસપાસ બેસી ગયા અને મહિલાઓ ત્યાં ભજન કીર્તનમાં વ્યસ્ત થઈ ગઈ. મહિલાઓએ કબર પર ધાર્મિક ગ્રંથ પણ મૂક્યો છે. મૃતકના પિતા અને પરિવાર કોઈની સાથે વાત કરવા પણ તૈયાર નથી. વાત કરવાનો સંદેશ સાંભળતા જ તે ગુસ્સે થઈ જાય છે. આગામી ત્રણ દિવસ સુધી ભજન કીર્તન ચાલુ રહેશે. આ પછી છોકરો જીવિત થશે. આવું ત્યાની મહિલાઓનું કહેવું છે.

Back to top button