ટ્રેન્ડિંગધર્મ
શનિ પીડામાંથી મુક્તિ મેળવવા માટે સોમવતી અમાસે કરો ખાસ ઉપાય
- અમાસ આજે બપોરે 2.56 વાગ્યાથી શરૂ થઈને 14 નવેમ્બર બપોરે 2.36 વાગ્યા સુધી ચાલશે. સોમવતી અમાસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિ શનિની પીડામાંથી મુક્તિ મેળવી શકે છે
13 નવેમ્બર 2023નો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે સોમવતી અમાસ અને કારતક અમાસ સાથે આવે છે. અમાસ આજે બપોરે 2.56 વાગ્યાથી શરૂ થઈને 14 નવેમ્બર બપોરે 2.36 વાગ્યા સુધી ચાલશે. સોમવતી અમાસના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી વ્યક્તિ શનિની પીડામાંથી મુક્તિ મેળવી શકે છે. તમે આજે સોમવતી અમાસના ઉપાયો કરી શકો છો.
આ ઊપાયો શનિપીડામાંથી મુક્તિ અપાવશે
- શનિ સંબંધિત તમામ પ્રકારના દોષ અને કષ્ટોને દૂર કરવા માટે સોમવતી અમાસ પર શિવ સહસ્ત્રનામનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી શનિ દેવ પ્રસન્ન થાય છે અને પરેશાનીઓ દૂર થાય છે.
- કાલસર્પ દોષ, શનિ દોષ, પિતૃ દોષથી રાહત મેળવવા માટે સોમવતી અમાસના દિવસે પાણીમાં સાકર અથવા ગોળ ભેળવીને પીપળાના ઝાડને અર્પણ કરો અને દીવો પ્રગટાવો. તેનાથી સમસ્ત દોષ ખતમ થશે. પરિવારમાં ખુશીઓ આવશે.
- સોમવતી અમાસના દિવસે શિવજીને સફેદ ફૂલ ચઢાવો. તેની સાથે શિવ ચાલીસાનો પાઠ કરો, તેનાથી તમારું સૂતેલું ભાગ્ય જાગૃત થાય છે.
- સોમવતી અમાસના દિવસે શિવ મંદિરમાં શિવલિંગનો ગંગા જળથી અભિષેક કરો. કળશમાં શિવજીને ચઢાવેલું થોડું પાણી ભેગું કરો, તેને ઘરના ખુણે ખુણામાં છાંટી દો, તેનાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ઘરેલું પરેશાનીઓનો અંત આવે છે. ઘરમાં મેલીવિદ્યાની અસર નથી થતી.
- જો કુંડળીમાં શનિની સાડાસાતી કે ઢૈય્યા ચાલી રહી હોય તો સોમવતી અમાસના દિવસે કાળા તલનું દાન કરો. તેનાથી શનિ, રાહુ-કેતુની ઘાતક ત્રિપુટીની અશુભ અસરો બેઅસર થઈ જાય છે. પિતૃદોષ પણ સમાપ્ત થાય છે.
આ પણ વાંચોઃ બોલિવૂડ સ્ટાર્સ આ વર્ષે કેવી રીતે ઉજવી રહ્યા છે દિવાળી?