ગુજરાતસ્પોર્ટસ

કરો યા મરો, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું નસીબ ખુલશે કે રાજસ્થાન રોયલ્સ જીતશે?

Text To Speech

IPL 2022: આજે ક્વોલિફાયર-2 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ખરા ખરીનો જંગ જામશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સ સામે ટકરાશે. આ ક્વોલિફાયર-2 અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે સાંજે 7.30 વાગ્યાથી શરૂ થવાની છે. જો તેમાં RCBની ટીમ ક્વોલિફાયર-2 જીતવામાં સફળ રહી તો આ વખતે નવા ચેમ્પિયન મેળશે.

RCB માટે રજત પાટીદાર અને દિનેશ કાર્તિક બંને ખેલાડી સારૂં પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે ફાફ ડુ પ્લેસી અને વિરાટ કોહલી પાસે સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. આરસીબી આ મેચમાં સકારાત્મકતા સાથે મેદાનમાં ઉતરશે, તેનું મુખ્ય કારણ એ છે કે તે છેલ્લી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (એલએસજી) ને મોટા અંતરેથી હરાવીને આવી રહી છે. તે મેચમાં રજત પાટીદારે સદી ફટકારી હતી, તેથી આ મેચમાં મહત્વનો ખેલાડી સાબિત થઈ શકે છે. આરસીબીનો ફિનિશર દિનેશ કાર્તિક પણ શાનદાર ફોર્મમાં છે આ બંને ખેલાડીના કારણે RCBએ છેલ્લી મેચમાં વિજય મેળવ્યો હતો

રાજસ્થાનની ટીમ અગાઉની હાર ભૂલીને આ મેચમાં જીત હાંસલ કરવા ઉતરશે. બીજી તરફ સંજુ સેમસનની કપ્તાની હેઠળની રાજસ્થાનની ટીમ તેની છેલ્લી મેચ હારીને આવી રહી છે. ક્વોલિફાયર-1 ગુજરાતની ટીમે તેને પરાજય આપ્યો હતો, પરંતુ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને હોવાના કારણે રાજસ્થાનની ટીમને ફાઇનલમાં પહોંચવાની આ બીજી તક મળી રહી છે. રાજસ્થાન રોયલ્સ કોઈપણ રીતે જીતીને ટાઈટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે. રાજસ્થાન રોયલ આ પહેલા 2008માં એક વખત ટાઈટલ જીતી ચૂક્યું છે.

ફાઈલ ફટો

રાજસ્થાન રોયલ્સની સંભવીત 11 ખેલાડી: સંજુ સેમસન (કેપ્ટન,વિકેટકીપર ), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિકલ, રીયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, પ્રસિધ્ધ કૃષ્ના, ઓબેન મેકોય

રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સંભવીત 11 ખેલાડી: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ, દિનેશ કાર્તિક, રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ, હર્ષલ પટેલ, વાનિન્દુ હસરંગા, શાહબાઝ અહેમદ, મહિપાલ લોમરોર, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ

Back to top button