માનસિક સમસ્યાઓને હળવાશથી ન લેશોઃ આ તકલીફો જણાય તો પહોંચો ડોક્ટર પાસે
- કેટલીક વાર નબળી માનસિક હેલ્થ અંગે ખ્યાલ આવતો નથી
- ક્યારેક માનસિક સમસ્યાઓને લોકો બીમારી જ માનતા નથી
- ક્યારેક સમજાતુ નથી કે કયા ડોક્ટર પાસે જવુ
માનસિક સમસ્યાઓને હળવાસથી ન લેવી જોઇએ. કેટલાય લોકોને માનસિક હેલ્થ નબળી હોય તેનો ખ્યાલ આવતો નથી અને બીજી બીમારીઓનો ઇલાજ કરાવે છે. કેટલાક લોકો માનસિક સમસ્યાઓને બીમારી માનતા જ નથી. કેટલાક લોકો એવા પણ છે જેને ખ્યાલ નથી કે તેનો ઇલાજ કયા ડોક્ટર કરી રહ્યા છે.
બગડતી મેન્ટલ હેલ્થ એક ગંભીર સમસ્યા છે. તેનો ઇલાજ કરાવવો ખુબ જરૂરી છે. દોસ્તો, પરિવાર કે ખુદની મદદથી તેને ઓળખીને ઝડપથી ટ્રિટમેન્ટ લેવામાં જ ભલાઇ છે. દરેક માનસિક બીમારીનો ઇલાજ મનોચિકિત્સક પાસે હોય છે. તેને સાઇકેટ્રિસ્ટ ડોક્ટર્સ પણ કહી શકાય છે. જાણો માનસિક હેલ્થ નબળી હોવાના કેટલાક લક્ષણો
ચિંતા અને ઉદાસી
ચિંતા કે ઉદાસી ખૂબ રહેતી હોય તો તે મેન્ટલ હેલ્થ બગડવાના બે લક્ષણો છે. જો તમે ખૂબ લાંબા સમયથી ઉદાસ કે ડિપ્રેસ્ડ ફીલ કરતા હો તો તમારુ માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોઇ શકે છે.
બિહેવિયરમાં બે બદલાવ
માનસિક બીમારી હોય તો તમારુ બિહેવિયર બદલાઇ જતુ હોય છે. તમે ખુદને પરેશાનીનું કારણ, નિષ્ફળ અને દોષી માનવા લાગો છો. આવા સંજોગોમાં દર્દી અલગ રીતે વિચારવા લાગે છે.
મુડ સ્વિંગ કે ચુપ રહેવુ
સતત મુડ સ્વિંગ થવો કે ચુપ બેસી રહેવુ તે મેન્ટલ હેલ્થ બગડવાની નિશાની છે. ક્યારેક વ્યક્તિ ખુશ રહે છે તો ક્યારેક ગંભીર ગુસ્સો કરવા લાગે છે. તો ક્યારેક તણાવમાં આવી જાય છે. ક્યારેક આ વ્યક્તિ સાવ ચુપ રહેવા લાગે છે.
ઉંઘ કે વજનમાં પરિવર્તન
મેન્ટલ હેલ્થ ખરાબ હોય ત્યારે ઉંઘ અને વજનમાં પરિવર્તન આવે છે. કેટલાક લોકો વધુ પડતુ સુવા લાગે છે તો કેટલાકને ઉંઘ આવવાનું ઓછુ થઇ જાય છે. કેટલાક લોકોને ભુખ લાગતી બંધ થઇ જાય છે તો કેટલાકને વધુ ભુખ લાગવા લાગે છે.
નશાની લત
માનસિક સમસ્યાના કારણે દર્દીને નશાની લત લાગી શકે છે. દર્દીઓ શરુઆતમાં દારૂ કે અન્ય માદક પદાર્થોનો ઉપયોગ કરીને ખુદને શાંત કરવા લાગે છે. ધીમે ધીમે આ સ્થિતિ ગંભીર બનતી જાય છે.
આ પણ વાંચોઃ બાળકોના તોફાનથી થાકી ગયા હો તો અપનાવો આ ટિપ્સ