ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

પગના દુખાવાને હળવાશથી ન લેશોઃ ગંભીર બીમારીના પણ હોઈ શકે લક્ષણ

Text To Speech
  • દરેક વ્યક્તિને ક્યારેક ને ક્યારેક તો પગમાં દુખાવો થયો જ હશે, થાક કે ઓવરલોડના લીધે ક્યારેક પગ દુખે એ સમજી શકાય એવી વાત છે, પરંતુ તમને જો વારંવાર પગ દુખતા હોય તો આ સમસ્યાને નજરઅંદાજ ન કરતા થોડા ગંભીર બનીને ડોક્ટરની સલાહ અવશ્ય લેજો. 

પગના દુખાવાને નાની સમસ્યા ગણીને તેની અવગણના કરવી ખતરનાક સાબિત શકે છે. ક્યારેક પગમાં દુખાવો ગંભીર સમસ્યાઓના સંકેત પણ હોઈ શકે છે. પગમાં દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે. રોજિંદા કામને કારણે પગમાં દુખાવો થઈ શકે છે. ઘણી ગંભીર હેલ્થની સમસ્યા પણ આવી પીડાનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં પગના દુખાવાને ક્યારેય હળવાશથી ન લેવો જોઈએ.

પગમાં દુખાવો થવાના કારણો

પગના દુખાવાને હળવાશથી ન લેશોઃ ગંભીર બીમારીના પણ હોઈ શકે લક્ષણ hum dekhenge news

વેરિકોઝ વેન્સ

વેરિકોઝ વેન્સ પગ પર બ્લુ કે જાંબલી રંગની રેખાઓ છે. જ્યારે તેમાં સમસ્યાઓ ઊભી થાય છે, ત્યારે તે સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. તે બ્લડ સર્ક્યુલેશન બગડવાના કારણે અથવા નસોના વાલ્વ કે નસો નબળી પડવાના કારણે પણ થઈ શકે છે. તેનાથી પગમાં દુખાવો, સોજો અને ભારેપણું આવી શકે છે.

ડાયાબિટીક ફુટ અને ન્યુરોપેથિક કારણો

ડાયાબિટીસના દર્દીઓને પણ ઘણીવાર પગમાં દુખાવો થતો હોય છે. આ દુખાવો ડાયાબિટીસની સાઈડ ઈફેક્ટ અથવા ન્યુરોપેથીની સમસ્યાઓના કારણે હોઈ શકે છે. નસમાં કોઈપણ પ્રકારના નુકસાનથી પણ પીડા થઈ શકે છે.

ફુટ અલ્સર

ડાયાબિટીસના દર્દીઓને પગના અલ્સરનું જોખમ સૌથી વધુ હોય છે. જેના કારણે તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સોજાની સાથે પગનો દુખાવો અને ખુલ્લા ઘાને નજરઅંદાજ કરવાથી બચવું જોઈએ. નહીં તો તે ફુટ અલ્સરમાં ફેરવાઈ શકે છે.

સાઈટિકા અથવા રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ

સાઈટિક નર્વમાં દુખાવો એટલે કે સાયટિકાના કારણે પણ પીઠના નીચેના ભાગથી પગ સુધી દુખાવો થાય છે. રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમને કારણે પગમાં ખૂબ દુખાવો થાય છે. આ સમસ્યા રાત્રે થાય છે અને ક્યારેક ઊંઘમાં પણ ખલેલ પહોંચાડે છે.

પગમાં ભારેપણું

જ્યારે પગ સામાન્ય કરતાં વધુ વજન ઉઠાવે છે ત્યારે તેમાં ભારેપણું અને થાક અનુભવાય છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ બગડી શકે છે. આ કારણે પણ પગમાં ખૂબ દુખાવો થાય છે. આવી સ્થિતિને હળવાશથી લેવાને બદલે ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

આ પણ વાંચોઃ સાઉથમાં કરીનાનું ધમાકેદાર ડેબ્યુઃ KGF સ્ટાર યશ સાથે કરી શકે ટોક્સિક

Back to top button