આ વસ્તુઓને ફ્રિજમાં ભુલમાંથી પણ સ્ટોર ન કરતા
- દરેક વસ્તુઓને ફ્રિજમાં સ્ટોર કરવી યોગ્ય નથી
- કેટલીક વસ્તુઓ ફ્રિજમાં વાસી બની જાય છે
- લસણ કે ડુંગળી જેવી અનેક વસ્તુઓ ફ્રિજમાં ન રાખવી
આજકાલ દરેક વસ્તુ ફ્રિજમાં સ્ટોર કરવી ફેશન બની ગઇ છે. જોકે ફુડ સેફ્ટી માટે દરેક વસ્તુ ફ્રિજમાં રાખવી યોગ્ય નથી. કેટલીક વસ્તુઓ એવી છે જો તેને ફ્રિજમાં સ્ટોર કરવામાં આવે તો તેનો સ્વાદ તો બગડે જ છે, પરંતુ આરોગ્ય પર પણ તેની અસર પડે છે. જાણો ફ્રિજમાં કઇ વસ્તુઓ ન રાખવી જોઇએ.
લસણ
શક્ય હોય ત્યાં સુધી લસણને ફ્રિજમાં સ્ટોર કરવાનું ટાળવુ જોઇએ. લસણને ફ્રિજમાં રાખવામાં આવે તો તે ઝડપથી અંકુરિત થઇ જાય છે અને તેનો સ્વાદ બગડવા લાગે છે અને તમારા મોંમાથી પણ ગંદો સ્વાદ આવે છે.
ડુંગળી
જો તમે ગરમીમાં સુકાઇ જવાના ડરથી ડુંગળીને ફ્રિજમાં સ્ટોર કરી રહ્યા હો તો ચેતી જજો. ડુંગળી ફ્રિજના ભેજને શોષી લે છે અને આ કારણે તે ઝડપથી બગડે છે.
કેળા
કેટલાક લોકો કેળાને ફ્રિજમાં સ્ટોર કરે છે. જે કેળાને ફ્રેશ રાખવાની સૌથી ખોટી રીત છે. આમ કરવાથી કેળાનો સ્વાદ અને બનાવટ ખરાબ થાય છે અને તે કાળા થઇ જાય છે.
કોફી
તમને ફ્રિજમાં કોફી રાખવાની આદત છે તો આજે જ સુધારી લેજો. ભલે તમે આ વાત પર વધુ ધ્યાન ન આપ્યુ હોય, પરંતુ ફ્રિજમાં કોફીનો ટેસ્ટ ખરાબ થાય છે અને સાથે તે ભેજના લીધે ફ્રેશ રહેતી નથી.
આ વસ્તુઓને પણ ફ્રિજમાં સ્ટોર ન કરતા
ઓલિવ ઓઇલને ફ્રિજમાં રાખવાથી તેમાં ક્રિસ્ટલ બનવા લાગે છે. તે જામીને સખત થઇ જાય છે. આ ઉપરાંત ટામેટા, બ્રેડ, બટાકા, તરબૂચ અને મધને પણ ફ્રિજમાં સ્ટોર ન કરો, આ વસ્તુઓ ફ્રિજમાં જલ્દી વાસી થઇ જાય છે. તેનો સ્વાદ, રંગ અને બનાવટ બગડવા લાગે છે.
આ પણ વાંચોઃ વાવાઝોડા જેવી કુદરતી આપત્તિ સામે કેવી રીતે બચશો?