ઘરના મંદિરમાં ન રાખો આ વસ્તુઓઃ મળી શકે છે અશુભ ફળ
- ઘરનું મંદિર હંમેશા સ્વચ્છ અને સુઘડ જ રાખો
- ઘરના મંદિરમાં રાખેલી કેટલીક વસ્તુઓ આર્થિક સ્થિતિ ખરાબ કરી શકે છે
- ઘરના મંદિરમાં સકારાત્મક ઉર્જા વધતા સુખ-શાંતિ આવશે
ઘરના મંદિર હંમેશા મંત્રોના જાપ અને દીપકની રોશનીથી ખૂબ જ સકારાત્મક અને અધ્યાત્મ ઉર્જાથી ભરપૂર હોય છે, પરંતુ મંદિરમાં રાખેલી કેટલીક એવી વસ્તુઓ નકારાત્મકતાને વધારી શકે છે. આ કારણે ગૃહ-કલેશની સ્થિતિ બની શકે છે. ઘરના સભ્યોને તમામ શુભ કાર્યોમાં બાધાનો સામનો કરવો પડે છે અને ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે. જાણો વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં કઇ વસ્તુઓને રાખવી અશુભ માનવામાં આવે છે.
વિખરાયેલી અને ફેલાયેલી વસ્તુઓ
ઘરના મંદિરમાં કંઇ પણ વિખરાયેલુ અને ફેલાયેલુ ન રહેવા દો. ઘરના મંદિરની નિયમિત સાફ-સફાઇ કરો અને મંદિરમાં સ્થિત ભગવાનની પ્રતિમા સહિત અનેક વસ્તુઓ પર જામેલી ધૂળ-માટીને સાફ કરીને દરેક વસ્તુને વ્યવસ્થિત ઢંગથી રાખો. તેના કારણે સકારાત્મક ઉર્જા વધશે અને ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે.
ચંપલ-જુતા ન પહેરો
ઘરના મંદિરમાં જુતા-ચંપલ પહેરીને ન જશો. મંદિરમાં ગંદા જુતા-ચંપલ રાખવાની જગ્યા ન બનાવશો. તેનાથી ઘરમાં નકારાત્મકતા વધી શકે છે. તેથી નક્કી કરો કે ઘરના મંદિરમાં કોઇ પણ ફુટવેર રાખવાની સ્પેસ ન હોય અને ઘરનો કોઇ પણ સભ્ય જુતા-ચંપલ પહેરીને મંદિરમાં ન પ્રવેશે.
તુટેલી મૂર્તિઓ ઘરના મંદિરમાં ન રાખો
વાસ્તુ અનુસાર ઘરના મંદિરમાં તુટેલી મૂર્તિઓ ન રાખો. તે અશુભ ફળ આપી શકે છે. પૂજા સ્થળ પર તુટેલી મૂર્તિ રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે. તેથી યાદ રાખો કે મંદિરમાં ભગવાનની તુટેલી મૂર્તિઓ ન રાખો.
લેધરની વસ્તુઓ ન રાખો
ઘરના મંદિરમાં લેધરમાંથી બનેલી વસ્તુઓ જેમ કે પર્સ, બેલ્ટ અને બેગ ન રાખો. વાસ્તુ અનુસાર આ વસ્તુઓ ઘરમાં નકારાત્મકતા લાવે છે અને તે મંદિરના વાતાવરણને અશુદ્ધ બનાવે છે. તેથી લેધરમાંથી બનેલી વસ્તુઓને ઘરના મંદિરથી દુર જ રાખો.
પૂજા સ્થળ પર ઘડિયાળ ન રાખો
ઘરના પૂજા સ્થળ પર ઘડિયાળ ન રાખો. સમયને મહત્ત્વ આપવુ ચોક્કસ જરૂરી છે, પરંતુ પૂજા સ્થળ કે મંદિર પર રાખેલી ઘડિયાળથી તમારુ ધ્યાન ભંગ થશે અને તમને પૂજા કરવામાં ડિસ્ટર્બ થશે. તેથી આધ્યાત્મિકતા સાથે જોડાવા માટે ઘરના મંદિરમાં ઘડિયાળ લગાવવાથી બચવુ જોઇએ.
ડસ્ટબિન ના રાખો
ઘરના મંદિરમાં કે આસપાસમાં ડસ્ટબિન રાખવી અશુભ હોય છે. તે ઘરમાં નેગેટિવીટી લાવે છે. તેથી પૂજા ઘરને પવિત્ર અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર રાખવા માટે ડસ્ટબિન રાખવાથી બચો.
ઇલેક્ટ્રોનિક ગેઝેટ
એવી માન્યતા છે કે ઘરના મંદિરમાં ઇલેક્ટ્રોનિક ગેઝેટ ન હોવુ જોઇએ. તેનાથી આધ્યાત્મિક ઉર્જા સાથે જોડાયેલી સમસ્યાઓ આવે છે અને તમે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તેથી પૂજા-સ્થળ પર કોઇ પણ પ્રકારના ઇલેકટ્રોનિક ગેઝેટનો ઉપયોગ કરવાથી બચો.
આ તસવીરને ન લગાવો
ઘરના મંદિરમાં આવા કોઇ પણ પોસ્ટર અને તસવીર ન લગાવવી જોઇએ. જે દુઃખ, હિંસા કે નકારાત્મક ભાવનાઓનો સંકેત આપે છે. તેના બદલે તમે પેઇન્ટિંગ કે કોઇ કળા સાથે જોડાયેલી કોઇ તસવીર મંદિરમાં લગાવી શકો છો. જે સકારાત્મક અને આધ્યાત્મિક ઉર્જામાં વધારો કરે છે.
આ પણ વાંચોઃ ઘરમાં ક્યાં ન લગાવવી જોઇએ પૂર્વજોની તસવીર? શું થાય છે નુકશાન?