ટ્રેન્ડિંગધર્મલાઈફસ્ટાઈલ

બેડરૂમમાં ન રાખતા આ વસ્તુઓઃ બનશે કંકાસનું ઘર

Text To Speech
  • બેડરૂમ અંગે વાસ્તુના નિયમો જાણવા જરૂરી છે.
  • બેડરૂમમાં વાસ્તુ દોષ હશે તો પતિ-પત્ની વચ્ચે વિખવાદ થશે
  • બેડરૂમના દરવાજામાંથી અવાજ ન આવવો જોઇએ. 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના દરેક રૂમનું અલગ અલગ મહત્ત્વ હોય છે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેની જીવન પર ખરાબ અસર પડી શકે છે. બેડરૂમ સંબંધિત વાસ્તુ દોષ અંગે જાણવું જરૂરી છે, નહીં તો તમારે પાર્ટનર સાથે અણબનાવ રહેશે. જો તમે વાસ્તુદોષ અંગે જાણી લેશો તો અનેક વસ્તુઓ નિપટાવી શકશો.

બેડરૂમમાંથી હટાવો આ વસ્તુઓ

જો તમારા બેડરૂમમાં ફ્રિજ, ઇન્વર્ટર કે ગેસ સિલિન્ડર હોય તો તેને તાત્કાલિક હટાવી દો. વાસ્તુ અનુસા આ બધી વસ્તુઓ તમારી ઉંઘ ખરાબ કરી શકે છે. તમને ઉંઘ ન આવવાની સમસ્યા પણ થઇ શકે છે. તમને માનસિક અશાંતિનો અનુભવ પણ થઇ શકે છે.

બેડરૂમમાં ન રાખતા આ વસ્તુઓઃ બનશે કંકાસનું ઘર hum dekhenge news

આ વાતોનું ધ્યાન રાખો

વાસ્તુ અનુસાર તમારો બેડરૂમ ક્યારેય પણ ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં ન હોવો જોઇએ. એવું માનવામાં આવે છે કે આ દિશામાં બેડરૂમ કે બેડરૂમનો દરવાજો હોય તો દાંપત્ય જીવનમાં કલેશ મચી જાય છે. પતિ-પત્ની ક્યારેય પણ એક વાત પર સહમત થઇ શકતા નથી.

આ અવોઇડ ન કરતા

ક્યારેય પણ બેડરૂમનો દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે અવાજ ન આવવો જોઇએ. જો આમ થતું હોય તો તેને તાત્કાલિક ઠીક કરાવી લેવામાં ભલાઇ છે. વાસ્તુ અનુસાર જો દરવાજામાં અવાજ આવતો હોય તો પતિ-પત્નીમાં હંમેશા કોઇ ને કોઇ વાતે વાદ-વિવાદ થયા કરે છે.

બેડરૂમમાં ન રાખતા આ વસ્તુઓઃ બનશે કંકાસનું ઘર hum dekhenge news

બેડરૂમમાં આ પણ ન રાખતા

બેડરૂમમાં ક્યારેય પણ પાણીની બોટલ કે કાંટાદાર છોડ ન રાખશો. આ ઉપરાંત બેડરૂમમાં એસી કે પંખાનો અવાજ આવતો હોય તો તેને યોગ્ય કરાવી લેજો. પાણીની બોટલ બેડના અગ્નિ ખુણામાં ન રાખો, તેનાથી તમારી ઉંઘ ખરાબ થઇ શકે છે.

આ પણ વાંચોઃ Cooling Effect: ગરમીમાં મળતા આઇસ એપલનું સેવન જરૂર કરજો

Back to top button