તમારા પાર્ટનરની આ વાતોને ન કરશો નજરઅંદાજઃ હોઇ શકે ખતરાની નિશાની

- ક્યારેક વ્યક્તિ પોતાની જરૂરિયાતોને જ પ્રાથમિકતા આપે છે
- તમારા સંબંધોમાં કોમ્યુનિકેશન ઓછુ થશે તો પણ તકલીફ થશે
- કોઇ ઇગ્નોર કરતુ હોય તેવુ લાગે તો ચેતી જજો
કોઇ પણ સંબંધો ત્યારે મજબૂત બને છે, જ્યારે કપલ્સ એકબીજાને સમજે અને ભાવનાઓનું સન્માન કરે. કોઇ પણ સંબંધોમાં પ્રેમનું હોવુ જરૂરી છે, પરંતુ સાથે સાથે કમ્પેટિબિલિટી (સુસંગતતા) અને કમ્ફર્ટેબલ અનુભવ પણ જરૂરી છે. જો તમારા સંબંધોમાં આ વસ્તુઓનો અભાવ હશે તો તમે તમારા રિલેશન બચાવી નહીં શકો. તો જાણો તમે રિલેશનમાં ઇગોની ઓળખ કેવી રીતે કરી શકશો. કેટલાક લોકો સંબંધોમાં માત્ર પોતાની જરૂરિયાતોને મહત્ત્વ અને પ્રાથમિકતા આપે છે. પ્રેમના કારણે ઘણી વખત આપણે તેને નજરઅંદાજ કરી દઇએ છીએ, પરંતુ તમારે પાર્ટનરની કેટલીક આદતો પર ધ્યાન આપવુ જોઇએ.
વાતો ઓછી થઇ જવી
કોઇ પણ સંબંધોમાં કોમ્યનિકેશન ખૂબ જરૂરી છે. જો તમને લાગી રહ્યુ હોય તે તમારો પાર્ટનર તમારી સાથે વાતચીત કરવામાં રસ દાખવી રહ્યો નથી અને તમને ઇગ્નોર કરે છે તો તમારે ચેતી જવુ જોઇએ. કોઇ પણ સંબંધોમાં વાતચીત ખૂબ જરૂરી છે. જો વાતો ધીમે ધીમે ઘટતી જતી હોય અથવા એકતરફી લાગી રહી હોય તો તે ખતરાની નિશાની છે.
ઇર્ષાનો અનુભવ થવો
કેટલાક લોકો પોતાના પાર્ટનરની સક્સેસથી ઇર્ષા અનુભવે છે, તેમને સંબંધોમાં પોતાના ઇમ્પોર્ટન્સને લઇને ઇનસિક્યોરીટી થાય છે. આવા સંજોગોમાં તમને તમારા પાર્ટનરના સ્વભાવમાં બદલાવ જોવા મળી શકે છે. તમારે એ વાતોને ઇગ્નોર ન કરવી જોઇએ. જો તમે બંને એક બીજાની ઇર્ષા કરતા હો તો તમે શાંતિની જિંદગી નહીં જીવી શકો અને તે સંબંધોમાં ઇગો અને નેગેટિવીટીનું કારણ બની શકે છે.
પાર્ટનરનું અહંકારી હોવુ
કોઇ પણ સંબંધોમાં સૌથી મોટો પ્રોબલેમ ઇગોનો થાય છે. સામાન્ય રીતે આ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યાે કોઇ પાર્ટનર ખુદને બહેતર સમજવા લાગે છે. આ કારણે તેઓ મનમાની કરવા પર ઉતરી આવે છે. આ સાથે તેઓ અહંકારમાં ડુબીને ક્યારેક ક્યારેક એવી વાતો કરી દે છે જે તમને તકલીફ આપે છે.
માફી માંગવામાં પરેશાની
જો તમારા પાર્ટનર તેની ભુલ હોવા છતાં પણ માફી માંગી શકતા નથી, તો તમારે તેમની આ આદતોને ઇગ્નોર ન કરવી જોઇએ. કોઇ પણ સંબધોમાં વ્યક્તિ નાનો કે મોટો હોતો નથી. આવા સંજોગોમાં ભુલ થાય ત્યારે માફી માંગવી સારી વ્યક્તિની નિશાની છે.
આ પણ વાંચોઃ હેલ્ધી ફ્લર્ટિંગ કરી રહ્યા છો?: પહેલા વાંચી લો આ મહત્ત્વના રુલ્સ