ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેવાઈસીના ડોક્યુમેન્ટ માટે વારંવાર ગ્રાહકોને હેરાન ન કરો: RBI ગવર્નરે બેન્કોને કડક શબ્દોમાં ચેતવણી આપી

Text To Speech

નવી દિલ્હી, 18 માર્ચ 2025: આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ બેન્કોને કહ્યું કે, તેઓ ગ્રાહકોને વારંવાર કેવાઈસી માટે દસ્તાવેજો જમા કરવા માટે ફોન ન કરે. આરબીઆઈ લોકપાલના વાર્ષિક સંમેલનમાં મલ્હોત્રાએ કહ્યું કે, આપણે આ ખાતરી કરવાની જરુર છે કે, એક વાર ગ્રાહક તરફથી નાણાકીય સંસ્થાને દસ્તાવેજ આપ્યા બાદ એ જ કાગળને ફરીથી પ્રાપ્ત કરવા માટે ભાર ન આપવો જોઈએ.

આરબીઆઈ ગવર્નરે તેના પર ખેદ વ્યક્ત કર્યો

આરબીઆઈ ગવર્નરે આ વાત પર ખેદ વ્યક્ત કર્યો કે, મોટા ભાગની બેન્કો અને નોન બેન્કીંગ નાણાકીય કંપનીઓએ પોતાની શાખાઓ અથવા કાર્યાલયોને કેન્દ્રીય ડેટાબેસની જાણકારી પ્રાપ્ત કરવાની સુવિધા નથી આપી. તેનાથી ગ્રાહકોને અસુવિધા થાય છે. સૌના હિતને ધ્યાનમાં રાખતા તેને ફટાફટ સુગમ બનાવી શકાય.

મલ્હોત્રાએ કહ્યું કે બેંકોએ ગ્રાહક સેવાઓ સુધારવાની જરૂર છે અને તે તેમની ફરજ પણ છે. તેમની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે બેંક ગ્રાહકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર KYC સબમિટ કરવાની વારંવાર વિનંતીઓને કારણે થતી અસુવિધા અંગે ફરિયાદ કરી રહ્યા છે.

બેંકોએ ગ્રાહકોની ફરિયાદોનું ખોટું વર્ગીકરણ ન કરવું જોઈએ

RBI ગવર્નર બેંકોને ગ્રાહકોની ફરિયાદોનું ખોટું વર્ગીકરણ ન કરવા ચેતવણી આપે છે. આમ કરવું એ ઘોર નિયમનકારી ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે, 2023-24માં બેંકોને ગ્રાહકોની એક કરોડ ફરિયાદો મળી હતી. જો અન્ય નિયમનકારી સંસ્થાઓ સામે મળેલી ફરિયાદોનો સમાવેશ કરવામાં આવે તો આ સંખ્યા વધુ વધશે. આ ફરિયાદોમાંથી, 57 ટકા ફરિયાદોમાં RBI લોકપાલ દ્વારા મધ્યસ્થી અથવા હસ્તક્ષેપની જરૂર હતી.

આ પણ વાંચો: કોના પર ભડકી ઉઠી ટીવીની ‘અનુપમા’? પબ્લિકની સામે લગાવી ફટકાર

Back to top button