વેલેન્ટાઈન ડે પર પાર્ટનરને ન આપશો આ ગિફ્ટ, સંબંધોમાં પડી શકે તિરાડ
- વેલેન્ટાઈન ડે પર પ્રેમીઓ એકબીજાને કેટલીક ભેટ આપે છે, પરંતુ શું તમે જાણો છો કે સંબંધોને સારા કે ખરાબ બનાવવામાં ગિફ્ટ્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
વેલેન્ટાઈન ડે દર વર્ષે 14 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. વેલેન્ટાઈન ડે કપલ્સ માટે કોઈ તહેવારથી ઓછો નથી. વેલેન્ટાઇન ડે પહેલા વેલેન્ટાઇન વીક આવે છે, જે 7-14 ફેબ્રુઆરી સુધી ચાલે છે. આ લૂક પ્રેમી યુગલો માટે પ્રેમનું સપ્તાહ છે. વેલેન્ટાઈન ડે પર પ્રેમીઓ એકબીજાને કેટલીક ભેટ આપે છે, પરંતુ શું તમે જાણો છો કે સંબંધોને સારા કે ખરાબ બનાવવામાં ગિફ્ટ્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
જો તમે જાણ્યે-અજાણ્યે તમારા પાર્ટનરને કોઈ એવી ગિફ્ટ આપી દેશો, જે નેગેટિવ ઈફેક્ટ આપતી હોય તો તેની અસર તમારા સંબંધો પર પણ પડી શકે છે. પ્રેમથી અપાયેલી આ ગિફ્ટ્સ કપલ્સના સંબંધોમાં તિરાડનું કારણ પણ બની શકે છે. તો જાણી લો વેલેન્ટાઈન ડે પર કઇ ગિફ્ટ આપવાનું ટાળવું જોઈએ.
તાજમહેલ
તાજમહેલને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે લોકો તેની પ્રતિકૃતિને વેલેન્ટાઈન ડે પર ગિફ્ટ કરવાનું વિચારે છે, પરંતુ સારું રહેશે કે તમે તાજમહેલની પ્રતિકૃતિ ગિફ્ટ ન કરો. કારણ કે તે સમાધિ સ્થાન છે અને વાસ્તુશાસ્ત્રમાં સમાધિ અથવા કબર જેવી વસ્તુઓ નકારાત્મકતા સાથે જોડાયેલી છે. જો તમે તમારા પાર્ટનરને તાજમહેલ ગિફ્ટ કરો છો તો તેનાથી સંબંધો વણસી શકે છે.
પેન અથવા ઘડિયાળ
પેન અને ઘડિયાળને ખૂબ જ સામાન્ય ભેટ ગણવામાં આવે છે. છોકરાઓ અને છોકરીઓ બંને માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ કે પેન ભેટમાં આપવી એ અશુભ માનવામાં આવે છે.
કાળા કપડા, શૂઝ કે પરફ્યુમ
જો તમે તમારા પાર્ટનરને વેલેન્ટાઈન ડે પર ડ્રેસ ગિફ્ટ કરવા માંગો છો તો કાળા કપડા ગિફ્ટ ન કરો. આ સિવાય પાર્ટનરને ગિફ્ટમાં શૂઝ પણ ન આપવા જોઈએ. શૂઝની સાથે સાથે પરફ્યુમ પણ ગિફ્ટમાં આપવા યોગ્ય ગણાતા નથી.
રૂમાલ
ભેટ આપવાથી સંબંધોમાં અંતર અથવા ઝઘડા થઈ શકે છે. તમારા જીવનસાથીને ક્યારેય રૂમાલ ગિફ્ટ ન કરો. ફેંગશુઈ અનુસાર, રૂમાલ ભેટમાં આપવાથી સંબંધો બગડી શકે છે.
આ પણ વાંચોઃ વીર દાસ સ્ટેન્ડ અપ કૉમેડીમાંથી બ્રેક લઈને કરશે બોલિવૂડમાં કમબેક