Diwali 2023ટ્રેન્ડિંગધર્મ

દિવાળીમાં લક્ષ્મી પૂજન સાથે ખાસ જરૂરી છે આ વસ્તુઓ, રાખવાનું ન ભુલતા

  • દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજન દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા માટે જરૂરી તમામ સામગ્રી હોવી જોઈએ. ત્યારે જ દિવાળીની પૂજા પૂર્ણ માનવામાં આવે છે. દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજાના સમયે પૂજા સામગ્રી જેવી કે કુમકુમ, ચોખા, હાર, ફળ, ફૂલ, કપડાં વગેરેની સાથે કેટલીક અન્ય જરૂરી વસ્તુઓ પણ છે જે પૂજામાં રાખવી જોઈએ.

દિવાળીનો તહેવાર આસો મહિનાની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે દિવાળી 12 નવેમ્બરે છે. સમગ્ર ભારતમાં આ તહેવારમાં એક અલગ જ પ્રકારનો આનંદ જોવા મળે છે. હિંદુ ધર્મમાં દિવાળીના તહેવારને સુખ અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે આ દિવસે માતા લક્ષ્મી પોતાના ભક્તોના ઘરે જાય છે અને તેમને ધન-ધાન્યના આશીર્વાદ આપે છે. આ જ કારણ છે કે દિવાળીની રાત્રે દેવી લક્ષ્મી પૂજન વિધિ-વિધાનથી કરવામાં આવે છે. જો કે દેવી લક્ષ્મીની પૂજા માટે જરૂરી તમામ સામગ્રી હોવી જરૂરી છે. ત્યારે જ દિવાળીની પૂજા પૂર્ણ માનવામાં આવે છે. દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજનના સમયે પૂજા સામગ્રી જેવી કે કુમકુમ, ચોખા, હાર, ફળ, ફૂલ, કપડાં વગેરેની સાથે કેટલીક અન્ય જરૂરી વસ્તુઓ પણ છે જે પૂજામાં રાખવી જોઈએ. ચાલો જાણીએ દેવી લક્ષ્મીની પૂજા માટે મહત્વની વસ્તુઓ.

દિવાળીમાં લક્ષ્મી પૂજન સાથે ખાસ જરૂરી છે આ વસ્તુઓ, રાખવાનું ન ભુલતા hum dekhenge news

દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશનો ફોટો

દિવાળીના શુભ મુહૂર્તમાં મા લક્ષ્મી અને ગણેશજીની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે, તેથી દિવાળીની પૂજા દરમિયાન લક્ષ્મીજી અને ગણેશજીનો ફોટો જરૂર રાખો.

શ્રીયંત્ર

શ્રીયંત્રને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. દીવાળીની રાત્રે તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરો અને તેની પૂજા કરો.

લક્ષ્મીજીનાં પગલાં

દિવાળીની રાત્રે પૂજામાં મહાલક્ષ્મીના ચાંદી અથવા સોનાનાં પગલાં જરૂર રાખો. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીનાં ચરણોની પૂજા કરવાથી ધનની દેવી તરફથી કાયમી આશીર્વાદ મળે છે.

દિવાળીમાં લક્ષ્મી પૂજન સાથે ખાસ જરૂરી છે આ વસ્તુઓ, રાખવાનું ન ભુલતા hum dekhenge news

કુબેર દેવની મૂર્તિ

કુબેર દેવને ધનના દેવતા અને દેવતાઓના ખજાનચી માનવામાં આવે છે. દિવાળીની રાત્રે  લક્ષ્મી પૂજન દરમિયાન લક્ષ્મીની સાથે તેમની પૂજા કરવાની પણ પરંપરા છે.

દક્ષિણાવર્તી શંખ

દિવાળીની રાત્રે દેવી લક્ષ્મીની પૂજામાં દક્ષિણાવર્તી શંખ જરૂર રાખો. આ શંખમાં કેસર મિશ્રિત દૂધ ભરીને અભિષેક કરો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહેશે.

મોતી શંખ

દિવાળી પર મોતીનો શંખ અવશ્ય ખરીદો અને પૂજા પછી તેને તમારી તિજોરીમાં રાખો. આ સાથે તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે.

દિવાળીમાં લક્ષ્મી પૂજન સાથે ખાસ જરૂરી છે આ વસ્તુઓ, રાખવાનું ન ભુલતા hum dekhenge news

પારદ લક્ષ્મીની પ્રતિમા

પારદ એટલે કે પારામાંથી બનેલા લક્ષ્મીજી. આ મૂર્તિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને દિવાળી પર ખરીદો અને પૂજામાં રાખો.

પીળી કોડી

દેવી લક્ષ્મીને કોડી ખૂબ જ પ્રિય છે. પીળી કોડી સમુદ્રમાંથી મળી આવે છે અને કહેવાય છે કે દેવી લક્ષ્મી પણ સમુદ્રમાંથી પ્રગટ થયાં હતાં. આ કારણથી લક્ષ્મીજી પૂજામાં પીળી કોડી રાખો.

કમર કાકડી અને કમળનું ફુલ

લક્ષ્મીજીની પૂજામાં કમળનું ફૂલ અવશ્ય રાખવામાં આવે છે. કમરકાકડીની માળાથી દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરો. દિવાળીની પૂજામાં લક્ષ્મીજીની સાથે કમરકાકડી પણ રાખો.

શ્રીફળ

શ્રીફળ દેવી લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. શ્રી એટલે કે દેવી લક્ષ્મીનું ફળ, દિવાળીની પૂજામાં શ્રીફળ જરૂર રાખો.

આ પણ વાંચોઃ જોઇ લો દિવાળીનું કેલેન્ડર અને જાણો લક્ષ્મી પૂજનનું તમારા શહેરનું મુહૂર્ત

દિવાળી ગણેશ-લક્ષ્મી પૂજન મુહૂર્ત

દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનનું શુભ મુહૂર્ત 12 નવેમ્બરે સાંજે 5.40 વાગ્યાથી રાતે 7.36 વાગ્યા સુધી રહેશે. લક્ષ્મી પૂજન માટે મહાનિશિથ કાળ મુહૂર્ત રાતે 11.39 વાગ્યાથી મધ્ય રાત્રિ 12.31 વાગ્યા સુધી રહેશે. એવી માન્યતા છે કે શુભ મુહૂર્તમાં ગણેશ-લક્ષ્મી પૂજન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે.

આ પણ વાંચોઃ દિવાળી 2023: દેવી લક્ષ્મીના આ આઠ સ્વરૂપ પૂરી કરશે તમારી મનોકામના

Back to top button