ટ્રેન્ડિંગધર્મ
સીડીઓની નીચે ભુલથી પણ ન રાખશો આ વસ્તુઓઃ આવી શકે છે દરિદ્રતા
- ઘરમાં જગ્યાની કમીના લીધે સીડી નીચે કંઇ પણ રાખી દઇએ છીએ
- ખોટી દિશામાં બનેલી સીડી પણ પરિવારમાં તણાવ વધારી શકે છે
- સીડી નીચે શૌચાલય, સ્ટડીરૂમ, સ્ટોર રૂમ કે મંદિર ન બનાવવુ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલી દરેક નાની-મોટી વસ્તુ કે દરેક ખુણો આર્થિક, શારિરીક અને માનસિક સ્થિતિઓ પર શુભ-અશુભ પ્રભાવ પાડે છે. હંમેશા ઘરમાં જગ્યાની કમીના કારણે સીડીઓની નીચે કંઇક ને કંઇક બનાવડાવી દે છે. અજાણતા થતી ભુલો વાસ્તુ દોષનું કારણ બને છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર કે કોઇ પણ ઓફિસ બનાવતી વતે સીડીઓની સ્થિતિનું ધ્યાન રાખવુ જરૂરી બની જાય છે. ખોટી દિશામાં બનેલી સીડીઓ આર્થિક નુકશાન કરાવે છે અને પરિવારમાં તણાવ વધારે છે.
આટલુ રાખો ધ્યાન
- સીડીઓની નીચે શૌચાલય, કીચન, મંદિર, સ્ટડી રૂમ કે સ્ટોર ન બનાવો. તે હંમેશા નુકશાન પહોંચાડી શકે છે. આ કારણે જીવનમાં તણાવ, કંકાસ અને પારિવારિક પ્રતિષ્ઠામાં હાનિ પહોંચે છે.
- સીડીઓ હંમેશા દક્ષિણ અથવા પશ્વિમ દિશામાં હોવી જોઇએ. ઉત્તર કે પુર્વ દિશામાં બનેલી સીડીઓ વધુ નુકશાન પહોંચાડે છે.
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર સીડીઓની નીચે કચરાપેટી ન રાખવી જોઇએ. આમ કરવાથી વાસ્તુ દોષ લાગે છે
- વાસ્તુ અનુસાર સીડી નીચે ક્યારેય પરિવારની તસવીર ન લગાવવી જોઇએ. આમ કરવાથી ઘરમાં કંકાસ વધી શકે છે.
આ પણ વાંચોઃ Summerમાં શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે વેઇટલોસ પણ કરશે આ ડ્રીંક