ડાઇજેશન નબળું હોય તો આ શાકભાજી રાતે ન ખાશો
- દરેક વસ્તુ રાતે શરીરને સુટ કરતી નથી
- બ્લોટિંગના અનેક કારણો હોઇ શકે છે.
- બટાકા રાતે પચવામાં ઘણો સમય લે છે.
શરીરને હેલ્ધી રાખવા માટે ડાઇજેશન યોગ્ય હોય તે ખૂબ જરૂરી છે. આપણે ઘણી વખત હેલ્ધી સમજીને જે ખાઇએ છીએ તે પેટ ફુલવાનું અને પેટમાં ગેસ ઉત્પન્ન કરવાનું કારણ બને છે. આ કારણે પેટના નીચેના ભાગમાં ટાઇટનેસ, પેટ ભરેલુ લાગવું ફીલ થાય છે. આ કારણ છે પેટમાં વધુ માત્રામાં ગેસ બનવો કે ફ્લુડ એકઠુ થવું. આમ તો બ્લોટિંગના અનેક કારણો છે. જેમકે તળેલું ખાવુ, શાકભાજી જલ્દી જલ્દી ખાવા કે પછી વધુ માત્રામાં ખાઇ લેવું. જોકે આ બધા કારણોમાં એક કારણ એ પણ છે કે કેટલીક શાકભાજી પેટને સુટ કરતી હોતી નથી. જેને રાતે ખાવાથી બ્લોટિંગની ફરિયાદ થાય છે. આવા શાકભાજા રાતે ન ખાવામાં જ ભલાઇ છે.
બ્રોકલી
બ્રોકલીમાં ઘણા બધા ન્યુટ્રિશન હોય છે. મોટાભાગે લોકો તેને વેઇટ લોસ માટે સલાડ઼ના રૂપમાં ખાય છે અથવા તેનો સુપ બનાવીને પીવે છે. બ્રોકલીમાં રહેલુ રાફિનોઝ નામનું તત્વ તેને પચવામાં મુશ્કેલી ઉભી કરે છે. આ કારણે ગેસ અને બ્લોટિંગની ફરિયાદ ઉભી થાય છે. જો તમે રાતના સમયે બ્રોકલી ખાઇ લો છો તો પચવામાં સમય લાગે છે અને ગેસ કે બ્લોટિંગના લીધે આખી રાત તમારી ઉંઘ ડિસ્ટર્બ થાય છે.
કોબીજ-ફ્લાવર
કોબી અને ફ્લાવર આ બંને શાકભાજી રાતે ખાવાથી બચવું જોઇએ. તેનાથી બ્લોટિંગની ફરિયાદ રહે છે. કોબીમાં સલ્ફારેન તત્વ મળી આવે છે. જે ગેસ વધારે છે. કોબીમાં રાફિનોઝ અને ફાઇબરની માત્રા વધુ હોય છે.
લસણ અને ડુંગળી
લસણમાં ઘણા બધા મેડિસિન ગુણ હોય છે. જોકે રાતના સમયે તેને કાચુ ખાવાની ભુલ ન કરો. તેનાથી ગેસ અને બ્લોટિંગની સમસ્યા થઇ શકે છે.
બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ
બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ એક શાકભાજી છે. જે ગોભી પત્તા જેવું દેખાય છે. નાના આકારનું આ શાકભાજી ન્યુટ્રિશનથી ભરપુર હોય છે. તેમાં ફાઇબરની માત્રા પણ વધુ હોય છે. આ શાકભાજીમાં રાફિનોઝની માત્રા પણ વધુ હોય છે તે પચવામાં મુશ્કેલ છે તેથી તેને રાતે ન ખાવી જોઇએ.
બટાકા
બટાકા ઘણા લોકોનું ફેવરિટ શાક છે, પરંતુ જો તમે રાતના સમયે બટાકા ખાવ છો તો પેટમાં ગેસ અને બ્લોટિંગની સમસ્યા ઉદ્ભવે છે. બટાકાને ફ્રાય કરવાની સાથે જો તમે તેને ઉકાળીને કે બાફીને પણ ખાવ છો તો પણ તે ડાઇજેસ્ટ થવામાં સમય લે છે.
આ પણ વાંચોઃ શાહરૂખ ખાન, યોગી આદિત્યનાથથી લઈને કોંગ્રેસના નેતાઓ સુધી, જાણો કોણે પોતાનું ટ્વિટર બ્લુ ટિક ગુમાવ્યું