ટ્રેન્ડિંગધર્મ

હનુમાન જયંતિ પર ન કરશો આ કામઃ અશુભ આવશે પરિણામ

Text To Speech
  • હનુમાનજીની પૂજામાં કેટલીક કાળજી અવશ્ય લેવી જોઇએ. 
  • સુતકકાળમાં હનુમાનજીની પૂજા વર્જિત માનવામાં આવે છે. 
  • બજરંગબલીને ચરણામૃતથી સ્નાન ન કરાવવુ જોઇએ

હનુમાન જયંતિનો તહેવાર આવી રહ્યો છે. હનુમાન જયંતિ ચૈત્ર મહિનાની પૂનમે આવે છે. આ વખતે તે 6 એપ્રિલના રોજ આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાનજયંતિના દિવસે કેટલાક કામ ન કરવા જોઇએ, તેનાથી હનુમાનજીની કૃપા થતી નથી.

હનુમાન જયંતિ પર ન કરશો આ કામઃ અશુભ આવશે પરિણામ hum dekhenge news

સુતક કાળમાં પૂજા

હનુમાનજીની પૂજા ક્યારેય પણ સૂતક કાળમાં ન કરવી જોઇએ. સૂતક કાળ ગ્રહણના 12 કલાક પહેલા તો લાગે જ છે, પરંતુ ઘરમાં કોઇનુ મૃત્યુ થયુ હોય તો પણ લાગે છે. કોઇ વ્યક્તિનુ મૃત્યુ થતા ઘરમાં 13 દિવસ માટે સૂતક કાળ લાગે છે. આ સમયગાળામાં હનુમાનજીની પૂજા વર્જિત માનવામાં આવે છે.

ચરણામૃતથી સ્નાન

બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે હનુમાનજીની પૂજામાં ક્યારેય ચરણામૃતનો પ્રયોગ થતો નથી. હનુમાન જયંતિ પર બજરંગબલીને ચરણામૃતથી સ્નાન કરાવાથી બચવુ જોઇએ. તેમની પૂજામાં ચરણામૃત ચઢાવાતુ નથી.

હનુમાન જયંતિ પર ન કરશો આ કામઃ અશુભ આવશે પરિણામ hum dekhenge news

કાળા-સફેદ વસ્ત્રો ન પહેરો

બજરંગબનીની પૂજા કરતી વખતે ભુલથી પણ કાળા કે સફેદ વસ્ત્રો ન પહેરો.. તેના પરિણામ બહુ અશુભ હોઇ શકે છે. હનુમાનજીની પૂજા માત્ર લાલ રંગના વસ્ત્રો પહેરીને કરવી જોઇએ.

ખંડિત પ્રતિમા

હનુમાન જયંતિ પર પૂજા માટે બજરંગબલીની તુટેલી કે ખંડિત પ્રતિમાનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઇએ. જો તમારા ઘરના મંદિરમાં બજરંગબલીની એવી કોઇ પ્રતિમા છે તો તેને તાત્કાલિક હટાવી દો. આવી પ્રતિમાને નદીમાં પધરાવી શકો છો.

હનુમાન જયંતિ પર ન કરશો આ કામઃ અશુભ આવશે પરિણામ hum dekhenge news

માંસ મદિરા

હનુમાન જયંતિના દિવસે માંસ-મદિરાના સેવનથી બચવુ જોઇએ. ક્રોધમાં આવીને કોઇને અપશબ્દ ન કહો. દ્વાર પર આવેલા લોકોનું અપમાન ન કરો. જો તમે આ દિવસે ઉપવાસ કરી રહ્યા છો તો મીઠાનું સેવન ન કરો.

આ પણ વાંચોઃ કરીનાના સવાલનો સાસુ શર્મિલાએ આપ્યો સુંદર જવાબઃ ચારેબાજુ વાહવાહી

Back to top button