ટ્રેન્ડિંગધર્મ

માધ પુર્ણિમાના દિવસે ભુલથી પણ ન કરશો આ કામઃ લક્ષ્મીજી થશે નારાજ

Text To Speech

શાસ્ત્રોમાં પુર્ણિમાનું ખાસ મહત્ત્વ હોય છે. આ વખતે માઘ એટલે કે મહા પુર્ણિમા 5 ફેબ્રુઆરી 2023ના રોજ આવી રહી છે. ઘાર્મિક માન્યતા અનુસાર આ દિવસે નદીઓમાં સ્નાન અને તેના બાદ દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે વ્રત, હવન, જપ-તપ, પૂજા કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. મહા પુર્ણિમાને માઘી પુર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જો માઘ પુર્ણિમાના દિવસે પુષ્ય નક્ષત્ર પડતુ હોય તો આ તિથિનું મહત્ત્વ વધી જાય છે. જાણો આ દિવસે શું કરવુ અને શું ન કરવુ જોઇએ?

માધ પુર્ણિમાના દિવસે ભુલથી પણ ન કરશો આ કામઃ લક્ષ્મીજી થશે નારાજ hum dekhenge news

મોડા સુધી ન સુવો

માઘ પુર્ણિમાના દિવસે સવારે મોડે સુધી ન સુવુ જોઇએ. આમ કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે. સાથે આ દિવસે ઘર ગંદુ પણ ન કરવુ જોઇએ. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને ધનની જેવી માતા લક્ષ્મીનું આગમન થતુ નથી.

માધ પુર્ણિમાના દિવસે ભુલથી પણ ન કરશો આ કામઃ લક્ષ્મીજી થશે નારાજ hum dekhenge news

કાળા કપડા ન પહેરો

મહા પુર્ણિમાના દિવસે કાળા કપડા પહેરવાનું નિષેધ માનવામાં આવે છે. આમ કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા આવે છે. સાથે સાથે મુષ્યની બુદ્ધિ ખરાબ થાય છે.

લડાઇ ઝધડા ન કરો

મહા પુર્ણિમાના દિવસે ઘરમાં કોઇ પણ પ્રકારના લડાઇ ઝઘડા ન કરવા જોઇએ. આમ કરવાથી ઘરની સુખ-શાંતિ ભંગ થાય છે. સાથે સાથે માં લક્ષ્મી નારાજ થાય છે, જેની અસર આપણી આર્થિક સ્થિતિ પર પડે છે.

માધ પુર્ણિમાના દિવસે ભુલથી પણ ન કરશો આ કામઃ લક્ષ્મીજી થશે નારાજ hum dekhenge news

વાળ અને નખ કાપવા

આ દિવસે વાળ અને નખ ન કાપવા જોઇએ. વાળ અને નખ કાપ્યા બાદ શરીરને મૃત હિસ્સાના રૂપમાં જોઇ શકાય છે. તેથી પૂર્ણિમા તિથિના દિવસેનખ અને વાળ ન કાપવા જોઇએ.

માધ પુર્ણિમાના દિવસે ભુલથી પણ ન કરશો આ કામઃ લક્ષ્મીજી થશે નારાજ hum dekhenge news

તામસિક ભોજનનું સેવન

મહા પુર્ણિમાના દિવસે માંસ મદિરાનું સેવન ન કરો. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં વાસ કરતી નથી.

કોઇની સાથે દુર્વ્યવહાર ન કરો

મહા પૂર્ણિમાના દિવસે કોઇ પણ વ્યક્તિની નિંદા ન કરવી જોઇએ. કોઇને અપશબ્દો ન બોલવા જોઇએ. તમારી વાણીને નિયંત્રણમાં રાખવી જોઇએ. ઘરના વડીલો કે અન્ય કોઇનું પણ અપમાન ન કરવુ જોઇએ. કોઇ મહિલા સાથે ખરાબ વ્યવહાર ન કરવો જોઇએ. આમ કરવાથી પિતૃ દોષ લાગી શકે છે.

આ પણ વાંચોઃ મહા પુર્ણિમાના દિવસે આ કામ કરશો તો થશે ભગવાન વિષ્ણુની કૃપા

Back to top button