ટ્રેન્ડિંગધર્મ

સાંજના સમયે ભુલથી પણ ન કરશો આ કામઃ લક્ષ્મીજી થશે નારાજ

Text To Speech
  • સાંજના સમયે અમુક કામ ન કરવા જોઇએ
  • ઘરના વડીલો પાસેથી તમે ક્યારેક આ વાત સાંભળી હશે
  • ઘરમાં દરિદ્રતાનો વાસ ન થાય તે માટે કેટલીક ટિપ્સ અપનાવો

હિંદુ ધર્મમાં સુખ-શાંતિ અને સમૃદ્ધ જીવન માટે કેટલાક વિશેષ નિયમો બનાવાયા છે. આ નિયમોનું પાલન કરવાથી તેનો પ્રભાવ માત્ર આપણા જીવન જ નહિ, પરંતુ તન, મન અને ધન પર પડે છે. ઘરના મોટા વડીલો પણ કેટલીક વખત આવા કામ ન કરવાને લઇને સલાહ આપતા હોય છે. તેમાંથી એક છે સાંજના સમયે કેટલીક વસ્તુઓ કરવાથી બચવુ જોઇએ. જો આપણે આવી બાબતો પર ધ્યાન નહી આપીએ તો લક્ષ્મીજી નારાજ થઇ જશે અને ધન તેમજ આયુષ્ય ઘટશે. સાથે સાથે ઘરમાં દરિદ્રતાનો પણ વાસ થશે અને જીવનમાં કોઇને કોઇ સમસ્યા આવતી રહેશે. તેથી આવા કામ કરવાથી બચવુ જોઇએ.

સાંજના સમયે ભુલથી પણ ન કરશો આ કામઃ લક્ષ્મીજી થશે નારાજ

આ સમયે ઘરમાં આવે છે માં લક્ષ્મી

સાંજના સમયે ઘરના દરવાજા ખુલ્લા રાખવા જોઇએ. ઘરનો મુખ્ય દ્વાર સાંજે ખુલ્લો એટલે હોવો જોઇએ કેમકે સાંજે માં લક્ષ્મીજીનું દરેકના ઘરમાં આગમન થાય છે. સાંજ શરૂ થાય તે પહેલા જ ઘરના દરવાજા ખોલી દેવા જોઇએ. નહીં તો માં લક્ષ્મી પરત ફરી શકે છે.

સાંજે ઘરમાંથી ન કાઢો આ વસ્તુઓ

સાંજના સમયે ક્યારેય પણ કોઇને દુધ, દહીં, હળદર, લસણ, ડુંગળી અને સોય ન આપવી જોઇએ. જો જરૂર હોય તો આ વસ્તુઓ બજારમાંથી ખરીદી લાવો. સાંજે આ વસ્તુઓ આપવી કે લેવી ન જોઇએ. ઘણા લોકો દાન કરતા આ વસ્તુઓ આપી દે છે. આ વસ્તુઓને સાંજના સમયે કાઢવી અશુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરના સભ્યો વચ્ચે પ્રેમ ભાવ ખતમ થઇ જાય છે. જીવનમાં અશુભતા આવે છે.

સાંજના સમયે ભુલથી પણ ન કરશો આ કામઃ લક્ષ્મીજી થશે નારાજ hum dekhenge news

આ સમયે સુવુ પણ ખરાબ

સુર્યાસ્તના સમયે સુવુ અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે સાંજના સમયે ત્રિદેવી એટલે કે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલીની ઉર્જા ઘરના મધ્ય ભાગમાં આવે છે અને ઘરના સભ્યોને આશીર્વાદ આપે છે. તેથી સવારે અને સાંજે પૂજા કરવામાં આવે છે, જેથી ઇશ્વરના આશીર્વાદ રહે. જે વ્યક્તિ આ સમયે સુવે છે, તે ત્રણેય માતાઓના આશીર્વાદથી વંચિત રહી જાય છે.

સાંજે ધનની લેવડ દેવડ ન કરો

સાંજના સમયે ધનની લેવડ દેવડ કરવાથી બચવુ જોઇએ. આ સમયે ન તો કોઇની પાસેથી ઉધાર લો, ન તો કોઇને આપો, તમે પરેશાનીમાં મુકાઇ શકો છો. સાંજના સમયે ધનની લેવડ-દેવડ કરવાથી લક્ષ્મીજી ચાલ્યા જાય છે. તે મોટુ અપશુકન માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ સંબંધો સજીવન કરશે તમારી આ આદતો

Back to top button