સાંજના સમયે આ પાંચ કામ ન કરશો, મા લક્ષ્મી રહેશે પ્રસન્ન
- વાસ્તુશાસ્ત્રમાં અને આપણા ધર્મશાસ્ત્રોમાં સાંજના સમયે કેટલાક કામો ન કરવાનું કહેવામાં આવ્યું છે. સાંજના સમયે આ પાંચ કામ કરવાનું ટાળવું જોઈએ
HD ન્યુઝ ડેસ્કઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર સાંજના સમયે કેટલાક કામ કરવા યોગ્ય માનવામાં આવતું નથી. ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓથી ઘરની ઉર્જા પણ પ્રભાવિત થાય છે. કેટલાક એવા કાર્યો છે જે ખોટા સમયે કરવામાં આવે તો ઘરની અંદર નકારાત્મક ઉર્જા ખૂબ વધી જાય છે. તેથી, તમારા ઘરની સકારાત્મક ઉર્જા વધારવા માટે અને આનંદનું વાતાવરણ જાળવવા માટે, સાંજે કેટલાક કામ કરવાનું ટાળો. જો આમ કરશો તો મા લક્ષ્મી પણ પ્રસન્ન રહેશે.
તુલસીના પાન તોડવા
તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સાંજે તુલસીજીને સ્પર્શ કરવાથી અથવા તેના પાન તોડવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તેથી દેવી લક્ષ્મીના આશીર્વાદને જાળવી રાખવા માટે, તુલસીજીને સાંજના સમયે ન તો જળ ચઢાવો અને ન તો તેને તોડો.
અંધારું
ધાર્મિક માન્યતાઓ અનુસાર, એવું માનવામાં આવે છે કે દેવી-દેવતાઓ સાંજે પ્રવાસ પર નીકળે છે. ધ્યાન રાખો કે સૂર્યાસ્ત પછી ઘરના કોઈપણ ખૂણામાં અંધારું ન હોવું જોઈએ. સાંજના સમયે અંધકાર ઘરની સુખ-સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરે છે.
ઝઘડા-કંકાસ
મોટાભાગના લોકો સાંજે ભજન-કીર્તન અને પૂજા કરે છે. હિન્દુ ધર્મમાં પણ પાંચ વાગ્યે પૂજા કરવાની પરંપરા છે. આવી સ્થિતિમાં સાંજે ઘરમાં ઝઘડા-કંકાસ કરવાનું ટાળવું જોઈએ. જો ઘરમાં સાંજે કલેશ વાળું વાતાવરણ હશે તો ઘરની નેગેટિવીટી વધશે.
પૈસા ઉધાર આપવા કે લેવા
વાસ્તુ અનુસાર સાંજના સમયે પૈસાની આપ-લે કરવી સારી નથી. ખાસ કરીને આ સમયે, વ્યક્તિએ કોઈને નાની રકમ પણ ઉધાર આપવી જોઈએ નહીં અને કોઈની પાસેથી ઉધાર લેવું જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી લીધેલી લોન ક્યારેય ચૂકવાતી નથી.
ઝાડૂ લગાવવું
સૂર્યાસ્ત પછી ક્યારેય પણ ઘર કે આસપાસના વિસ્તારમાં ઝાડૂ ન લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે સાંજે ઝાડુ કરવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે અને ધનની હાનિ થઈ શકે છે.
આ પણ વાંચોઃ સપ્ટેમ્બરમાં બુધ, શુક્ર, સૂર્ય અને કેતુનો સંયોગ બનાવશે ધનવાન, જાણો કોની ચમકશે કિસ્મત