મંગળ દોષ હોય તો પણ ન ડરતાઃ શાસ્ત્રોમાં છે દરેક વસ્તુના ઉપાય
કુંડળીમાં જ્યારે મંગળ પહેલા, ચોથા, સાતમા, આઠમાં કે બારમાં ભાવમાં વિરાજમાન હોય તો વ્યક્તિ માંગલિક હોય છે. પહેલો ભાવ વ્યક્તિના સ્વાસ્થ્યનો, ચોથો ભાવ માતાનો, સાતમો ભાવ સાથીનો, આઠમો ભાવ મૃત્યુ તુલ્ય કષ્ટનો, બારમો ભાવ જેલ કે હોસ્પિટલના ખર્ચાઓનો હોય છે. મંગળ આઠમાં કે બારમાં ભાવમાં 4 ડિગ્રીથી 26 ડિગ્રી સુધી મારક હોય છે. આવો માંગલિક દોષ વાસ્તવમાં વિચારણીય છે. અહીં માંગલિકના લગ્ન માંગલિક સાથે જ કરવા જોઇએ.
જો કોઇ જાતક માંગલિક હોય તથા મંગલ મારક થઇને સાતમાં ભાવમાં શનિ કે કોઇ પાપ ગ્રહ સાથે બેઠો હોય તો માંગલિકના લગ્ન માંગલિક સાથે જ થવા જોઇએ. પહેલા અને ચોથા ભાવમાં માંગલિક જાતકને દાંપત્ય જીવનમાં વધુ કષ્ટનો સામનો કરવો પડતો નથી, જીવન સાથી માંગલિક હોય તો પણ. કેટલાક નિયમો અંતર્ગત માંગલિક દોષ જાતે જ સમાપ્ત થઇ જાય છે.
મંગળ સુર્યથી અસ્ત થઇ જાય તો માંગલિક દોષ પ્રભાવહીન થઇ જશે. જો મંગલ યોગકારક છે, તો પણ માંગલિક દોષ ખતમ થઇ જશે. મંગળ સાતમાં ભાવમાં મારક થઇને પણ બેઠો છે અને સાતમાં ભાવનો સ્વામી મંગળની સાથે પોતાના ઘરમાં છે તો માંગલિક દોષ પ્રભાવહીન થઇ જશે. મંગળ ગુરૂની સાથે બેઠો છે અન્ ગુરૂની પાંચમી, સામી કે નવમી દ્રષ્ટિ પર મંગળ હોય તો માંગલિક દોષ સમાપ્ત થઇ જશે. મંગળ મેષ કે વૃશ્ચિક રાશિમાં હોય તો માંગલિક દોષ દુર થઇ જાય છે.
મંગળ એક, બે કે ત્રણ ડિગ્રી કે 28થી 30 ડિગ્રીનો હોય તો પણ તે કમજોર હશે અને માંગલિક દોષ નહીં લાગે. વર-વધુમાંથી કોઇ એક માંગલિક હોય અને બીજો ન હોય, પરંતુ જો કુંડળી મેળવતા 27 કે તેથી વધુ ગુણ મળશે તો માંગલિક દોષ નહીં લાગે. એવું પણ માનવામાં આવે છે કે કુંભ, કેળા કે પીપળાના વૃક્ષ સાથે પહેલા લગ્ન કરાવવામાં આવે તો માંગલિક દોષની અસર ખતમ થઇ જશે.
આ પણ વાંચોઃ વધુ પડતી સિગરેટ પીવો છો, તો ફેફસાને હેલ્ધી રાખવા ડાયેટમાં અવશ્ય લો આ વસ્તુઓ