શ્રાદ્ધમાં પિતૃદોષનો કરો મહાઉપાયઃ કોને લાગે છે પિતૃદોષ?
- પિતૃ દોષ, માતૃ દોષ સહિત અનેક પ્રકારના દોષોનું નિવારણ પિતૃપક્ષમાં કરવામાં આવે છે. આ માટે પિતૃઓને પ્રસન્ન કરવા માટે વિશેષ આવશ્યકતા હોય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં પિતૃ દોષનું ખૂબ મહત્ત્વ છે. જો જન્મ કુંડળીમાં પિતૃદોષ હશે તો નિશ્વિત રીતે વ્યક્તિના જીવનમાં પરિશ્રમને અનુરુપ ફળ પ્રાપ્તિમાં પૂર્ણતાનો અભાવ હોય છે અને સાથે સાથે માતા પિતા સાથે તણાવની સ્થિતિ બનેલી રહે છે. સંતાન પક્ષને લઇને તણાવની સ્થિતિ રહે છે. નોકરી વ્યવસાય સહિત અભ્યાસમાં પણ અવરોધની સ્થિતિ ઉભી થાય છે. પિતૃ દોષ, માતૃ દોષ સહિત અનેક પ્રકારના દોષોનું નિવારણ પિતૃપક્ષમાં કરવામાં આવે છે. આ માટે પિતૃઓને પ્રસન્ન કરવા માટે વિશેષ આવશ્યકતા હોય છે. પિતૃપક્ષમાં વિશેષ ઉપાયના માધ્યમથી તથા પિતૃઓને તર્પણ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે. જે રીતે જન્મ કુંડળીમાં રાહુની સાથે સુર્યનું હોવુ.
ક્યારે થાય છે પિતૃદોષનું નિર્માણ
રાહુ સાથે ચંદ્રનું હોવુ, શનિ સાથે સુર્યનું હોવુ. શનિ સાથે ચંદ્રમાનું હોવુ, શનિ સાથે ગુરુનું હોવુ. રાહુ સાથે ગુરુનું હોવુ અથવા રાહુ શનિની યુતિ સુર્ય, ચંદ્ર, ગુરુ વગેરે ગ્રહોની સાથે હોવાથી અથવા તો દ્રષ્ટિ સંબંધથી પિતૃદોષ નામનો દુર્યોગ સર્જાય છે. આવા સંજોગોમાં પિતૃ પક્ષના સામાન્ય ઉપાયથી પણ નકારાત્મક પ્રભાવથી બચી શકાય છે. આ માટે કયા દિવસે તમારા પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરશો તે જાણવુ જરૂરી છે.
પિતૃદોષ હોવાના ઘણા કારણો હોઇ શકે છે, જેમ કે પિતૃઓનું અપમાન કરવુ, કોઇ સાપને મારવો, તેનાથી સર્પ દોષ સાથે પિતૃદોષ લાગે છે. પિતૃઓના વિધિવત અંતિમ સંસ્કાર ન થયા હોય, તેમનું શ્રાદ્ધ ન થયુ હોય, પીપળો, લીમડો કે વડના ઝાડને કાપી નાંખ્યુ હોય.
શા માટે કરવુ પડે છે શ્રાદ્ધ કર્મ?
શાસ્ત્રો અનુસાર કદાચ દેવકાર્યમાં શિથિલતા ક્ષમ્ય છે, પરંતુ પિતૃ પક્ષમાં શ્રાદ્ધ તર્પણ કરીને તમારા પિતૃઓ પ્રત્યે શ્રદ્ધા દર્શાવવી અનિવાર્ય છે. પિતૃગણ પ્રસન્ન થઇને શુભ આશીર્વાદ અને જીવનમાં શુભ ફળ આપે છે. પરિવારમાં સુખ શાંતિ આવે છે. જે પ્રકારે પિતાનું કમાયેલુ ઘન પુત્રને પ્રાપ્ત થાય છે તે પ્રકારે પુત્ર દ્વારા શ્રાદ્ધ પક્ષમાં અપાયેલુ અન્ન જળ પિતાને પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા ભાવથી પિતૃ પક્ષમાં કરાયેલુ શ્રાદ્ધ કર્મ પુત્રને પોતાના પિતાની સંપતિનો અધિકારી સિદ્ધ કરે છે. શાસ્ત્રો અનુસાર પોતાના તેમજ સંતાનોના કલ્યાણ માટે શ્રાદ્ધ પક્ષ દરમિયાન શ્રદ્ધાપૂર્વક પિતૃઓને યાદ કરીને શ્રાદ્ધ કર્મ અને તર્પણ કરવુ જોઇએ.
આ પણ વાંચોઃ રાહુનું ગોચરઃ ગુરુ-ચાંડાલ યોગની અશુભ અસર ખતમ, આ લોકોને થશે લાભ