શું 400 વર્ષ જુના આ ત્રિપુર સુંદરી મંદિરમાં મૂર્તિઓ અરસપરસ વાતો કરે છે?
- બિહારના ડુમરાંવમાં એક મંદિર એવું છે, જ્યાં 10 મહાવિદ્યાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા 400 વર્ષ પહેલા કોઈ સાધકે કરી હતી. પ્રગટ નવરાત્રિ હોય કે ગુપ્ત નવરાત્રિ અહીં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.
પટણા, 10 ફેબ્રુઆરીઃ મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ આજથી (10 ફેબ્રુઆરી) શરૂ થઈ રહી છે. વર્ષમાં બે વખત ગુપ્ત નવરાત્રિ આવે છે, જેમાં તંત્ર સાધક વિશેષ સાધના કરે છે. તેમાં 10 મહા વિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. બિહારના ડુમરાંવમાં ત્રિપુર સુંદરીનું એક મંદિર એવું છે, જ્યાં 10 મહાવિદ્યાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા 400 વર્ષ પહેલા કોઈ સાધકે કરી હતી. પ્રગટ નવરાત્રિ હોય કે ગુપ્ત નવરાત્રિ અહીં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં સામાન્ય ભક્ત અને તંત્ર સાધક ત્રિપુર સુંદરી મંદિરમાં પૂજા અર્ચના કરે છે.
ભક્તોની હોય છે ભારે ભીડ
ચૈત્ર નવરાત્રિ અને આસો માસની નવરાત્રિમાં અહીં પૂજા માટે ભક્તોની ભારે ભીડ હોય છે. અહીં આરતીમાં ભાગ લેવા માટે દૂર દૂરથી ભક્તો આવે છે. અહીં ચૌદશના દિવસે પણ વિશેષ પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવે છે.
આ 10 મહાવિદ્યાઓની થાય છે પૂજા
આ મંદિરમાં કાલી, ત્રિપુર, ભૈરવ, ઘુમાવતી, તારા, છિન્નમસ્તિકા, ષૌડસી, માતંગડી. કમલા, ઉગ્રતારા અને ભુનેશ્વરી સહિત 10 મહાવિદ્યાની મૂર્તિ છે, તેથી ગુપ્ત નવરાત્રિમાં સાધકો અહીં તંત્ર સાધના માટે આવે છે. દરેક નવરાત્રિમાં અહીં કળશ સ્થાપનાના ભક્તો દેવીની આરાધના કરે છે. આ મંદિરની ખાસ વાત કહો કે રહસ્ય, ભક્તો દાવો કરે છે કે અહીં રાતે મૂર્તિઓ અરસપરસ વાતો કરે છે. આજ સુધી કોઈ વૈજ્ઞાનિકો પણ આ રહસ્ય જાણી શક્યા નથી. આ મંદિરમાં મહાવિદ્યાઓની પ્રતિમા ઉપરાંત ભગવાન દત્તાત્રેય, ભૈરવ, અન્નપૂર્ણા, કાળ ભેરવ, બટુક ભેરવની પ્રતિમા પણ સ્થાપિત છે.
આ પણ વાંચોઃ વધુ ત્રણ ભારતરત્નઃ કોણ છે એ મહાનુભાવો? કોણે શું પ્રતિભાવ આપ્યા?