ટ્રેન્ડિંગફૂડવર્લ્ડવીડિયો સ્ટોરી

‘શું ચા પીવા માટે પણ EMI કરવી પડશે?’ લક્ઝરીના નામે કાફેમાં લુંટ, એક કપ ચાની અધધ કિંમત!

Text To Speech

HD ન્યૂઝ ડેસ્ક, 26 નવેમ્બર: ચા અને કોફી એવા પીણાં છે કે જેનો ભાગ્યે જ કોઈ ઇનકાર કરતું હશે. આનું એક કારણ એ છે કે, તે એકદમ તાજગી આપે છે અને બીજું કારણ એ છે કે, તે સસ્તું છે, જેના કારણે દરેક વ્યક્તિને તે પરવડે છે. જો કે આજે એક એવી ચા વિશે વાત કરવા લઈ જઈ રહ્યા છીએ જેને પીવી દરેક વ્યક્તિની પહોંચમાં નથી હોતી. તમે 50 કે 100 રૂપિયામાં શ્રેષ્ઠ ચા પીધી હશે, નહીં તો તેની કિંમત 10-20 રૂપિયા પ્રતિ કપ હશે. આજે અમે તમને એવી ચા વિશે જણાવીશું, જે એક લાખ રૂપિયા ખર્ચ્યા પછી મળે છે. આ સાંભળીને નવાઈ પામશો નહીં, કારણ કે આ ચાની કિંમત એટલા માટે વધારે છે, કારણ કે તે ગોલ્ડન ટી છે.

જૂઓ વીડિયો

 

 

View this post on Instagram

 

A post shared by Gulf Buzz (@gulfbuzz)

તો શું ચા સોના-ચાંદીની બને છે?

તમે પણ વિચારી રહ્યા હશો કે, જો તમને એક લાખ રૂપિયાની ચાનો કપ મળી રહ્યો છે તો શું તે સોના-ચાંદીમાં બનેલી છે? તો તમે બિલકુલ સાચા છો, આ ચા સોનાની છે અને તે તમને ચાંદીના વાસણમાં પીરસવામાં આવે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ ચા દુબઈના એક કેફેમાં પીરસવામાં આવી રહી છે, જેને ‘ગોલ્ડ કડક’ નામ આપવામાં આવ્યું છે. બોહો કેફેની આ ચા ભારતીય મૂળની સુચેતા શર્માના મગજની ઉપજ છે. જેમાં સોનાની ચાદર પથરવામાં આવે છે અને તેને ચાંદીના વાસણમાં સર્વ કરવામાં આવે છે. તેની સાથે જે ક્રોસો આપવામાં આવે છે તેમાં પણ સોનાની ડસ્ટિંગ છે. તે પણ રસપ્રદ છે કે, ચા પીધા પછી તમે આ ચાંદીના વાસણો તમારી સાથે લઈ જઈ શકો છો.

શું EMI લીધા પછી પીવી જોઈએ?

ચાનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @gulfbuzz નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે લોકો તેના પર કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “આ માત્ર પૈસાની બરબાદી છે.” અન્ય એક યુઝરે લખ્યું, “આ ચા પીવા માટે તમારે EMI કરવી પડશે.

આ પણ જૂઓ: પમ્પકિન સીડ્સ વધુ પ્રમાણમાં ખાશો તો થશે નુકસાન, જાણો ક્યારે ખવાય?

Back to top button