બંને પાર્ટનરમાં કંઇ પણ કોમન નથી? સંબંધોની ગાડી આ રીતે ચલાવો
- કેટલાક સંબંધોમાં ઘણી બધી વાતો જરૂરી હોય છે. જે તમારા સંબંધોને પરફેક્ટ બનાવે છે, પરંતુ જરૂરી નથી કે તમારો અને તમારા પાર્ટનરનો નેચર એક સરખો હોય
વિજ્ઞાન અને મનોવિજ્ઞાનની વાત માનીએ તો ઓપોઝિટ વસ્તુઓ એકબીજાને એટ્રેક કરે છે, પરંતુ જ્યારે સંબંધોની વાત આવે ત્યારે તે ઓછુ શક્ય બને છે. ઓપોઝિટ નેચર ધરાવતી રિલેશનશિપમાં આ વસ્તુ કામ કરતી નથી. ઘણા સંબંધો તો એવા હોય છે, જેમાં લડાઇ- ઝઘડા તેથી વધે છે કેમકે તેમની વચ્ચે કોઇ પણ પ્રકારનો મેળ હોતો નથી.
ઘણી વખત એવુ થાય છે કે તમને એક એવો પાર્ટનર મળી જાય, જેને તમારી એક-બે નહિ પરંતુ એક પણ આદત પસંદ હોતી નથી. બંને વ્યક્તિને પોતાના પાર્ટનરની આદત બોજ લાગવા લાગે છે. આવા સંજોગોમાં રિલેશનશિપની આ ગાડી લાંબા સમય સુધઈ ચલાવવી એ મુશ્કેલ ટાસ્ક બની રહે છે. જો તમે પણ આવા પ્રોબલેમ ફેસ કરી રહ્યા છો તો કેટલીક ટિપ્સ ફોલો કરો.
સંબંધો માટે મહત્ત્વની વાત
સંબંધમાં સમાનતાઓ હોવી જરૂરી વાત છે, પરંતુ એ જરૂરી નથી કે બે પાર્ટનરમાં બધુ કોમન હોય. જો તમને તમારા પાર્ટનરની રૂચિ, પસંદ-નાપસંદ, મૂલ્ય, દ્રષ્ટિકોણ બધુ અલગ અલગ લાગતુ હોય તો આ સંબંધ ચલાવવા પડકારજનક લાગે છે. કેટલીક બાબતોનું ધ્યાન રાખીને તમે તમારી લાઇફને સફળ અને ખુશહાલ બનાવી શકો છો.
એક-બીજાને સમજવાની કોશિશ કરો
સૌથી પહેલા તમારે એકબીજાને સમજવાની કોશિશ કરવી જોઇએ. તમારા પાર્ટનરની પસંદ-નાપસંદ, તેની રસ રુચિ, મુલ્યો અને દ્રષ્ટિકોણ વિશે જાણવાની કોશિશ કરો. તેનાથી તમને તેની નજરથી કોઇ પણ વસ્તુ જોવાનો મોકો મળશે અને તમારા સંબંધો સુધારી શકશો.
અલગતાનો સ્વીકાર કરો
તમારા પાર્ટનર અને તમારી વચ્ચે કઇ કઇ બાબતોમાં વિવિધતા છે, તેને ઓળખો અને તેને સમજવાની કોશિશ કરો. પાર્ટનરની રુચિઓ અને પસંદ-નાપસંદને બદલવાની કોશિશ ન કરો. તેને જેમ છે તેમ રહેવા દો.
એક-બીજા માટે સમય કાઢો
જો તમને લાગે છે કે તમારી અને તમારા પાર્ટનરની પસંદ-નાપસંદ બધુ અલગ છે, તો તમે તેમની પાસે બેસીને શું કરશો? તો આ વિચારવુ ખોટુ છે. આ બધુ ખોટુ છે. તમારા પાર્ટનર માટે સમય કાઢવો જરૂરી છે. ભલે તમારી એક સરખી રસ રુચિ ન હોય, પરંતુ એકબીજા સાથે વાતચીત કરો, એકબીજાને સાંભળો અને એકબીજાની કંપનીનો આનંદ લો.
એકબીજાનું કરો સન્માન
ક્યારેક ક્યારેક એક સંબંધમાં બે એવા પાર્ટનર જોડાઇ જાય છે, જેમના વિચારમાં જમીન આસમાનનો ફર્ક હોય છે, પરંતુ તમારા પાર્ટનરને નીચુ ન બતાવો, તેમની આદતો અને તેમના વિચારોની ઇજ્જત કરો. પાર્ટનરના વિચારોનું સન્માન કરો, ભલે તમે તેનાથી સહમત ન હો.
સ્પેસ આપો
હંમેશા તમારા પાર્ટનરને સ્પેસ આપો, કેમકે ઘણી વાર એવુ થાય છે કે સામે વાળા પાર્ટનરને તમારી ઇન્ટરફિયરન્સ ગમતુ નથી. આવા સંજોગોમાં તમારા પાર્ટનરને સ્પેસ આપો અને તેના શોખનું તેને પાલન કરવા દો.
આ પણ વાંચોઃ સરકારી કર્મચારીઓને 50-55 વર્ષની ઉંમરે અપાશે ફરજીયાત નિવૃત્તિ