ધર્મ

સૂર્ય નારાયણની કૃપા તમારા પર બની રહે તે માટે કરો સરળ ઉપાય

Text To Speech

શું તમારી કુંડળીમાં સૂર્ય ખરાબ ફળ આપે છે. એવી કઈ નિશાની છે જેનાથી ખબર પડે કે સૂર્ય નારાયણ તમારાથી નારાજ છે. તમને જ્યોતિષશાસ્ત્ર નું જ્ઞાન હોય કે ના હોય, પણ ગ્રહો નિશાની આપતા હોય છે કે એ તમારા થી નારાજ છે. તો આવો જાણીએ એ નિશાનીઓ.

  1. સૂર્ય રોગપ્રતિકારક ક્ષમતાનો કારક છે. તમને સારું આરોગ્ય સૂર્ય પ્રદાન કરે છે. જો તમે વારંવાર બીમાર થઈ જાઓ છો. બદલાતી મોસમની અસર તમારા પર વધારે જલ્દી થાય છે, તો તમારો સૂર્ય નબળો થયો હોય શકે. તમારી રોગપ્રતિકારક ક્ષમતા ઓછી થઈ ગઈ હોય શકે.
  2. તમને સરકારી ચલાન વધારે આવે છે, સરકારી અધિકારી તમારાથી નારાજ રહે છે, તમારે વારંવાર સરકારી લફડા માં પડવાનું થાય છે, તમારું વાહન નો પાર્કિંગ ઝોનમાં પેહલું નજરમાં આવીને ટોઈંગ થઈ જાય છે, તો તમારો સૂર્ય તમને ખરાબ ફળ આપી રહ્યો છે.
  3. તમને તમારા પિતા જોડે મતભેદ રહે છે. એમનો પૂરતો સાથ સહકાર મળી નથી રહેતો. મનમાં પિતા માટે નારાજગી રહેતી હોય તો પણ તમારી કુંડળીનો સૂર્ય ખરાબ ફળ આપે છે, એવું કહી શકાય.
  4. જેનો સૂર્ય સારું ફળ આપતો હોય છે, એનો એક અલગ જ પ્રભાવ હોય છે. જો તમે તમારો પ્રભાવ છોડી નથી શકતા. તમારી વાતો ની નોંધ નથી લેવાતી. અને કોઈક વાર અપમાનનો પણ સામનો કરવો પડતો હોય તો પણ તમારો સૂર્ય તમને ખરાબ ફળ આપી રહ્યો છે એમ કહી શકાય.
  5. તમારી જમણી આંખ માં અચાનક કઈક તકલીફ આવે. જમણી આંખ માં વાગે કે પછી જમણી આંખના નંબર વધારે વધવા લાગે તો પણ એવું કહી શકાય કે હવે સૂર્ય નારાયણની નારાજગી દૂર કરવાનો સમય આવી ગયો છે.

સૂર્યનારયણ ખરાબ ફળ આપી રહ્યાં છે એવું ખબર પડી જાય તો પછી એમની નારાજગી દૂર કરવા માટે ઉપાય પણ કરવા જોઈએ. તો આવો જાણીએ કે એવા કયા ઉપાય છે, જેનાથી સૂર્યનારાયણને સારું ફળ આપતા કરી શકાય.

  • રોજ સૂર્ય નમસ્કાર કરવા.
  • સૂર્યોદય સમયે રોજ સૂર્ય નારાયણ ને જળ અર્પણ કરવું.
  • રોજ ગાયને રોટલી ખવડાવવી.
  • ગરીબ વ્યક્તિને ઘઉંનો લોટ દાનમાં આપવો.
  • રોજ પિતાના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળવું.

નીકી પી. વાંકાવાળા
જ્યોતિષ શાસ્ત્રી, વાસ્તુ એક્સપર્ટ, ટેરોટ કાર્ડ રિડર, ન્યુમેરોલોજીસ્ટ, પાસ્ટ લાઈફ રિગ્રેસન થેરાપિસ્ટ
ફોન નંબર :- ૯૦૯૯૦૫૬૯૬૩

Back to top button