ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજન

DMDK પાર્ટીના વડા વિજયકાંતનું નિધન, કોરોના પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં હતા દાખલ

  • અભિનેતા વિજયકાંતને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ શ્વાસ લેવામાં તફલિફ થતા વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા

ચેન્નાઈ, 28 ડિસેમ્બર : અભિનેતા, દેસિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (DMDK)ના સ્થાપક અને મહાસચિવ વિજયકાંતનું ગુરુવારે સવારે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં 71 વર્ષની ઉમરે નિધન થયું છે. ‘કેપ્ટન’ વિજયકાંતને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ શ્વાસ લેવામાં તફલિફ થતા વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. DMDKના સ્થાપકે અભિનયની દુનિયા છોડીને રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

 

 

હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

ગુરુવારે સવારે તેમની પાર્ટી DMDKએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, વિજયકાંતને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. “પ્રારંભિક પરીક્ષણોમાં કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી, જેથી તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતાં વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા હતા.” આ પહેલા પણ વિજયકાંતને તાવની બીમારીની સારવાર માટે 18 નવેમ્બરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 11 ડિસેમ્બર 2023ના રોજ તેમને રજા આપવામાં આવી હતી.

 

 

દક્ષિણ સિનેમા સાથે જૂનો સંબંધ

પીઢ તમિલ અભિનેતા અને DMDKના સ્થાપક વિજયકાંત ઘણા સમયથી બીમાર હતા અને તેમની પત્ની પ્રેમલતાએ થોડા દિવસો પહેલા જ પાર્ટીની કમાન સંભાળી હતી. વિજયકાંત 2011થી 2016 સુધી તમિલનાડુમાં વિપક્ષના નેતા પણ હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા વિજયકાંત એક સફળ અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક હતા.

2005માં થઈ હતી પાર્ટીની રચના

વિજયકાંતે 2005માં દેશિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (DMDK) પાર્ટીની રચના કરી હતી અને DMDK 2011થી 2016 સુધી તમિલનાડુમાં મુખ્ય વિરોધ પક્ષ હતો. વિજયકાંતના ફિલ્મી કરિયરની વાત કરવામાં આવે તો, વિજયકાંતને ઘણા ફિલ્મફેર તમિલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. લોકો અભિનેતાને કેપ્ટન તરીકે ઓળખતા હતા.

કઈ ફિલ્મોમાં અભિનય કરીને ઓળખ મેળવી ?

ઉલ્લેખનીય છે કે, વિજયકાંતને 1979માં ‘ઈનિકુમ ઈલામાઈ’માં કાસ્ટ કરવામાં આવ્યા હતા, આ તેની પહેલી ફિલ્મ હતી, જેમાં તેણે પ્રતિસ્પર્ધીની ભૂમિકા ભજવી હતી, જેનું નિર્દેશન એમ.એ. કાજાએ કર્યું હતું. તેની પછીની ફિલ્મો અગલ વિલક્કુ (1979), નીરોત્તમ (1980) અને સામંથીપ્પુ (1980) બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. તેમની ફિલ્મ ‘દૂરથુ ઈદી મુઝક્કમ’ (1980) ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાના ઈન્ડિયન પેનોરમામાં દર્શાવવામાં આવી હતી. જો કે, તેમને હીરો તરીકે રજૂ કરનારી ફિલ્મ ‘સત્તમ ઓરુ ઇરુત્તરાઈ’ (1981) હતી, જેનું નિર્દેશન એસ. એ. ચંદ્રશેખરે કર્યું હતું. તે હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં બનાવવામાં આવ્યું હતું. તેમની શરૂઆતની કારકિર્દીમાં, વિજયકાંતે ‘શિવપ્પુ મલ્લી’ (1981) અને ‘જાધિક્કોરુ નીધી’ (1981) જેવી ક્રાંતિકારી અને કટ્ટરપંથી વિચારોવાળી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મોમાં તેણે ગુસ્સાવાળા યુવા ક્રાંતિકારીના પાત્રો ખૂબ જ સારી રીતે ભજવ્યા હતા. આ પછી તેણે ‘ઓમ શક્તિ’ (1982)માં ખલનાયકની ભૂમિકા ભજવી હતી, પરંતુ તે પછી તેણે તેની કારકિર્દીમાં ક્યારેય વિરોધી(વીલેન) પાત્રો ભજવ્યા નથી.

આ પણ જુઓ :CID અભિનેતા દિનેશ ફડનીસનું મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરથી થયું નિધન

Back to top button