ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ડી.કે શિવકુમાર કે સિદ્ધારમૈયા, કોના માથે કર્ણાટકના સીએમનો તાજ?

Text To Speech

કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસની એકતરફી જીત બાદ, આજે રવિવારે (14 મે) સાંજે 6 વાગ્યે કોંગ્રેસ ધારાસભ્ય દળ (CLP)ની બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં ધારાસભ્યો રાજ્યના આગામી સીએમના નામ પર મહોર લગાવશે. આ સાથે જ પાર્ટીમાં ફરી એકવાર સીએમ પદની લડાઈ તેજ થઈ ગઈ છે. ધારાસભ્ય દળની બેઠક પહેલા ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરતા પોસ્ટર તેમના સમર્થકો દ્વારા લગાવવામાં આવ્યા છે.

ડીકે શિવકુમારના સમર્થકો દ્વારા બેંગલુરુમાં તેમના ઘરની બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં શિવકુમારને રાજ્યના સીએમ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. ડીકે કેમ્પના સૂત્રોએ લગભગ 50 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. પરંતુ હાલમાં સીએમની રેસમાં સિદ્ધારમૈયાનું પલ્લુ ભારે દેખાઈ રહ્યું છે.

શનિવારે જાહેર થયેલા ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે 135 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. કર્ણાટકમાં 224 સભ્યોની વિધાનસભામાં સરકાર બનાવવા માટે 113 બેઠકોની જીત સાથે સ્પષ્ટ બહુમતી મળે છે.

ગુરુને મળશે ડીકે શિવકુમાર

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ડીકે શિવકુમાર તેમના પક્ષના વિધાનસભ્યોની બેઠક પહેલા કર્ણાટકમાં પોતાના ગુરુને મળવા ગયા છે. તેમણે કહ્યું, “હું મારા આધ્યાત્મિક ગુરુ અજજ્યને મળવા નોનાવિંકરે જઈ રહ્યો છું. મેં કહ્યું હતું કે અમે 136 સીટો જીતીશું અને તે કરી બતાવ્યું”

સિદ્ધારમૈયાના સમર્થકોમાં પણ ઉત્સાહ

માત્ર ડીકે શિવકુમાર જ નહીં, સિદ્ધારમૈયાના સમર્થકો પણ તેમને(સિદ્ધારમૈયાને) CM બનાવવા માટે ઉત્સાહિત છે. કર્ણાટકમાં વિશાળ જનાધાર ધરાવતા સિદ્ધારમૈયાની ગણતરી સીએમ પદના પ્રબળ દાવેદારોમાં કરવામાં આવી રહી છે. તેઓ અગાઉ 2013 થી 2018 સુધી રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ફરી એકવાર પૂર્ણ બહુમતી મેળવ્યા બાદ સિદ્ધારમૈયાના સમર્થકો તેમને સીએમ બનવાની અપેક્ષા રાખી રહ્યા છે. રવિવારે સવારે પણ સમર્થકો બેંગલુરુમાં તેમના ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યા છે.

આ પણ વાંચો: ભારતીય નૌકાદળની મોટી કામયાબી, ડ્રગ્સ ગુજરાત સુધી પહોંચે એ પહેલા જ કન્સાઇનમેન્ટ જપ્ત

Back to top button